News Continuous Bureau | Mumbai
કંગના રનૌતના (kangana ranaut) રિયાલિટી શો 'લોક અપ' (Lock-Upp)ની લોકપ્રિયતા દિવસેને દિવસે વધી રહી છે. દરમિયાન, હવે એવા અહેવાલો છે કે 'બિગ બોસ સીઝન 13' (Big Boss 13)ની પ્રખ્યાત ભૂતપૂર્વ સ્પર્ધક શહેનાઝ ગિલ (Shehnaz gill) કંગનાના આ રિયાલિટી શોનો ભાગ બની શકે છે. ખાસ વાત એ છે કે શહનાઝ આ શોમાં જોડાયા બાદ આ શોમાંથી જાણીતા અભિનેતાનું પત્તુ કપાઈ શકે છે.
અહેવાલો અનુસાર, 'લોક અપ' (Lock- Upp) ટીમે સૌપ્રથમ શહેનાઝ ગિલનો શોનો ભાગ બનવા માટે સંપર્ક કર્યો હતો. પરંતુ તે પછી એક્ટ્રેસે વર્ક કમિટમેન્ટના (work commitment) કારણે આ શોમાં આવવાની ના પાડી દીધી હતી. પરંતુ હવે આ શો માટે કંગના રનૌતે (kangana ranaut) પોતે શહેનાઝ ગિલનો સંપર્ક કર્યો છે. એવા પણ અહેવાલ છે કે આ વખતે અભિનેત્રી કંગના રનૌતે તેને રાજી કરી લીધી છે. આ શોમાં શહનાઝ ગિલ કરણ કુન્દ્રાને (Karan Kundra) રિપ્લેસ કરી શકે છે. આ શોમાં કરણ કુન્દ્રા જેલર બન્યો છે.
આ સમાચાર પણ વાંચો: અજય દેવગણ ને શા માટે પોતાની પેહલી ફિલ્મ ‘ફૂલ ઔર કાં’ટે ની રીમેક બનાવવી છે? અભિનેતા એ જણાવ્યું કારણ
એક ન્યૂઝ પોર્ટલ અનુસાર, મેકર્સને કંગના રનૌત (kangana ranaut) માટે ખૂબ જ સારી વ્યુઅરશિપ મળી રહી છે. પરંતુ કરણ કુન્દ્રાના (Karan Kundra)આગમન સાથે શોએ વધુ વેગ પકડ્યો. સૂત્રોનું માનીએ તો કરણ કુન્દ્રા અન્ય પ્રોજેક્ટ્સમાં ખૂબ વ્યસ્ત છે. હાલમાં, કરણ આ દિવસોમાં શો 'ડાન્સ દીવાને જુનિયર્સ' (Dance diwane juniors)નો હોસ્ટ છે. આ સાથે તાજેતરમાં જ અભિનેતાએ એક ફિલ્મ સાઈન કરી છે. જેની કરણ ટૂંક સમયમાં જાહેરાત કરી શકે છે. આવી સ્થિતિમાં વ્યસ્ત શિડ્યુલને કારણે કરણ પાસે સમય ઓછો છે. જેના કારણે તે આ શોથી દૂર રહી શકે છે.