ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૮ જૂન ૨૦૨૧
શુક્રવાર
ફિલ્મ ‘શેરની’ની શરૂઆત મધ્ય પ્રદેશના ઑફિસરોના પરિચયથી થાય છે. એનો મોટા ભાગનો હિસ્સો જંગલ અને માનવના સંબંધને દેખાડે છે. એમાં એ બતાવવામાં આવ્યું છે કે મધ્ય પ્રદેશનો વન વિભાગ જંગલમાં વસતા લોકોની કઈ રીતે આજીવિકામાં મદદ કરે છે. તદુપરાંત એ પણ બતાવવામાં આવ્યું છે કે કઈ રીતે જંગલના ઑફિસરો પોતાના ઉપરી અધિકારીઓને ખુશ કરવા પોતાના જ વ્યવસાય સાથે ગદ્દારી કરે છે. આ ફિલ્મ એક આદમખોર વાઘણની આસપાસ ફરે છે. જેને વિદ્યા બાલન સુરક્ષિત રાખવા માગે છે. જ્યારે કે વનવિભાગ અને બીજા અન્ય લોકો એનો શિકાર કરવા માગે છે. આ ફિલ્મમાં તમારે એ જોવાનું રહ્યું કે વિદ્યા બાલન એ વાઘણને બચાવી શકે છે કે નહીં. આ ફિલ્મમાં બધા જ કલાકારોએ ઉત્તમ અભિનય કર્યો છે ત્યારે વિદ્યા બાલને વીસેન્ટની ભૂમિકા સુંદર રીતે નિભાવી છે.
કોરોના વેક્સિન લેવા સમયે ડરી ગઈ ડ્રામા ક્વીન રાખી સાવંત, ગાવા લાગી ગીત, જુઓ વીડિયો
ફિલ્મની વાત કરીએ તો જો તમે વિદ્યા બાલનનો અભિનય જોવા ઇચ્છતા હો તો આ ફિલ્મ જરૂર જોજો. બાકી આ ફિલ્મમાં નવું કશું જ નથી. આ ફિલ્મમાં વન વિભાગને લગતી વસ્તુઓને બતાવવામાં આવી છે, પરંતુ એ બધું આપણે ડૉક્યુમેન્ટરી ફિલ્મમાં જોઈ ચૂક્યા છીએ.