શિલ્પા શેટ્ટીની નવી હેરસ્ટાઇલ થઈ વાયરલ! જ્યારે અભિનેત્રીએ તેનું અડધું માથું મૂંડાવ્યું ત્યારે લોકોએ આપી કંઈક આવી પ્રતિક્રિયા

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 19 ઑક્ટોબર, 2021

મંગળવાર

અભિનેત્રી શિલ્પા શેટ્ટીએ એક નવી હેરસ્ટાઇલ અપનાવી છે, જે જોતજોતામાં જ વાયરલ થઈ ગઈ છે. શિલ્પાએ તેના માથાના પાછળના ભાગના વાળ કપાવ્યા છે, જેને તેના ચાહકો પસંદ કરી રહ્યા છે. અભિનેત્રીએ તેના સોશિયલ મીડિયા હૅન્ડલ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે પોતાની નવી હેરસ્ટાઇલ (અન્ડરકટ બઝ કટ) બતાવતી જોવા મળી રહી છે.

શિલ્પા શેટ્ટીએ તેના ઇન્સ્ટાગ્રામ હૅન્ડલ પરથી એક વીડિયો શૅર કર્યો છે, જેમાં તે વર્કઆઉટ પહેલાં વાળ બાંધતી જોવા મળી રહી છે. વીડિયો શૅર કરતાં શિલ્પાએ લખ્યું : અમે કોઈ પણ દિવસ જોખમ લીધા વગર કે અમારા કમ્ફર્ટ ઝોનમાંથી બહાર આવ્યા વગર જીવી શકતાં નથી. તે અન્ડરકટ બઝ કટ (મને ઘણી હિંમત લાગી, હું જૂઠું બોલીશ નહીં) અથવા મારી નવી ઍરોબિક કસરત.

અમિતાભ બચ્ચનથી લઈને પ્રિયંકા ચોપરા સુધી, આ પાંચ બૉલિવુડ સ્ટાર્સ ધરાવે છે પોતાનું ખાનગી જેટ; જાણો તે સ્ટાર્સ વિશે

કોરિયોગ્રાફર ટેરેન્સે  પણ શિલ્પાની આ નવી હેરસ્ટાઇલ પર પોતાની પ્રતિક્રિયા આપી છે. ટેરેન્સે લખ્યું, ‘લવ ઈટ. તમે આવી અસ્વસ્થતા અને સ્ટીરિયોટાઇપ તોડવાની વસ્તુઓ કરો છો, તમને વધુ શક્તિ આપે.' અન્ય એક યુઝર્સ પણ શિલ્પા શેટ્ટીની નવી હેરસ્ટાઇલને ખૂબ પસંદ કરે છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ જ સુંદર હેરકટ. બીજા યુઝરે લખ્યું, 'મજા નહીં આયા મેમ.' અન્ય એક યુઝરે લખ્યું, 'આ અડધો ટકલો કેમ?' એક યુઝરે શિલ્પા શેટ્ટીને પૂછ્યું,'તમે તમારા વાળ કેમ કાપ્યા? ખૂબ જ વિચિત્ર લાગે છે.'

 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More