વિવેક અગ્નિહોત્રી ની રાહ પર ડિરેક્ટર શિવ નિર્વાણ,સાઉથના આ સુપરસ્ટાર સાથે બનાવશે કાશ્મીર પર ફિલ્મ; જાણો વિગત

News Continuous Bureau | Mumbai

વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'એ બોક્સ ઓફિસ પર બધાને હચમચાવી દીધા છે. કાશ્મીરી પંડિતો ઉપર થયેલા અત્યાચાર પર બનાવવામાં આવેલી આ ફિલ્મો લોકોને ખૂબ જ પસંદ આવી રહી છે. દરેક લોકો આ ફિલ્મ ની ફેવર કરતા જોવા મળે છે. જેના કારણે લોકો આ દિવસોમાં કાશ્મીર વિશે ઘણી વાતો કરતા જોવા મળે છે.વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કશ્મીર ફાઇલ્સ' પછી જો તમે કાશ્મીર પરની બીજી ફિલ્મની રાહ જોઈ રહ્યા છો, તો તમારી રાહ ટૂંક સમયમાં પૂરી થવા જઈ રહી છે. બોલિવૂડ બાદ હવે સાઉથના સ્ટાર્સ પણ ટૂંક સમયમાં કાશ્મીર સાથે જોડાયેલી ફિલ્મમાં જોવા મળવાના છે. તેના વિશે ઘણી ચર્ચા ચાલી રહી છે.

સાઉથની મોટી સ્ટાર સામંથા રૂથ પ્રભુ અને સ્ટાર એક્ટર વિજય દેવેરકોંડાના ફેન્સ માટે એક સારા સમાચાર સામે આવી રહ્યા છે. બંને ટૂંક સમયમાં એક ફિલ્મમાં સાથે જોવા મળવાના છે. મીડિયા રિપોર્ટ્સમાં જાણવા મળ્યું છે કે આ ફિલ્મમાં બંને એક નવી કેમેસ્ટ્રી ભજવતા જોવા મળશે.સામંથા રૂથ પ્રભુ અને વિજય દેવરકોંડાની આગામી ફિલ્મ કાશ્મીરના મુદ્દા પર આધારિત હશે. આ ફિલ્મની મોટાભાગની વાર્તા કાશ્મીરના વિસ્તારોની હશે.

આ સમાચાર પણ વાંચો : ટીવી અભિનેત્રી સના ખાને પીધી ગોલ્ડ પ્લેટેડ ચા, કિંમત જાણી ને ચાહકો રહી ગયા દંગ; જાણો વિગત

સામંથા રૂથ પ્રભુ અને વિજય દેવેરકોંડા અભિનીત આ ફિલ્મમાં સામંથા વિજય સાથે રોમાન્સ કરતી જોવા મળશે. આ સિવાય રિપોર્ટમાં હજુ સુધી ફિલ્મ વિશે વધુ ખુલાસો કરવામાં આવ્યો નથી.જાણકારી માટે તમને જણાવી દઈએ કે ફિલ્મ 'નિન્નુ કોરી', 'મજિલી' અને 'તક જગદીશ'ના ડાયરેક્ટર શિવ નિર્વાણ કાશ્મીર પર આ ફિલ્મ બનાવશે. વિજય દેવરકોંડાના ચાહકો તેની ફિલ્મ 'લિગર'ની રિલીઝની રાહ જોઈ રહ્યા છે અને જો આપણે સામંથાની વાત કરીએ તો તે મહાકાવ્ય પ્રેમ ગાથા 'શકુંતલમ' માં નજર આવશે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *