News Continuous Bureau | Mumbai
દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના (Mukesh Ambani)સૌથી નાના પુત્ર અનંતની ભાવિ પત્ની રાધિકા મર્ચન્ટનો 5 જૂન, 2022ના રોજ આરંગેત્રમ સમારોહ(Radhika Merchant aarangetram) રાખવામાં આવ્યો હતો. આ સમારોહ મુંબઈના(Mumbai) Jio વર્લ્ડ સેન્ટરમાં રાખવામાં આવ્યો હતો . આ સમારોહ દરમિયાન મુકેશ અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણીની પત્ની શ્લોકા મહેતા એ પોતાની સાદગી થી લોકોનું દિલ જીતી લીધું હતું.
રાધિકા મર્ચન્ટનાં બિગ ડેને સેલિબ્રેટ કરવા માટે શ્લોકા મહેતાએ (Shloka Mehta)પણ સારી તૈયારી કરી હતી. તેણે પોતાને એટલી સુંદર રીતે સ્ટાઇલ કરી હતી કે ત્યાં આવેલા મહેમાનો પણ તેની સામે ફિકા પડ્યા હતા.
અંબાણી પરિવારના આ ખાસ ફંક્શનમાં શ્લોકા મહેતાએ ગુલાબી રંગની બનારસી સાડી(Banarasi sadi) પહેરી હતી, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તેણીએ શીશપટ્ટી અને મોટી ઇયરિંગ્સ સાથે તેનો લુક પૂર્ણ કર્યો. તેણે ઝાકળના ચમકદાર મેકઅપથી તેને વધુ સુંદર બનાવ્યો. આ પ્રસંગે તે તેના પુત્ર પૃથ્વી(Prithvi) સાથે જોવા મળી હતી. મા-દીકરાની આ તસવીરે ચાહકોનું દિલ જીતી લીધું.
કાર્યક્રમ દરમિયાન સૌથી રસપ્રદ મૂવમેન્ટ એ હતી, જ્યારે પાપારાઝી માટે પોઝ આપતા સમયે મુકેશ અંબાણીએ પોતાના(Mukesh Ambani) પૌત્રને ઉચક્યો હતો, જેથી શ્લોકાનો લૂક પણ બિલકુલ ખરાબ ના લાગે. આ એક એવી તક હતી જેમાં ફેશન ગોલ્સની સાથે સાથે ફેમિલી ગોલ્સ આપતો પણ દેખાઇ રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : ઝહીર ઈકબાલ સાથેના લગ્ન પર સોનાક્ષી સિંહાએ તોડ્યું મૌન- વીડિયો શેર કરી આપી આવી પ્રતિક્રિયા