News Continuous Bureau | Mumbai
બોલિવૂડ અભિનેત્રી કાજોલે(Kajol) પોતાના અભિનયથી એક અલગ જ સ્થાન બનાવ્યું છે. ભલે તે સ્ક્રીનથી દૂર છે પરંતુ તેમ છતાં તેની લોકપ્રિયતામાં કોઈ ઘટાડો થયો નથી. કાજોલ તેની ખુશખુશાલ અને શાનદાર શૈલી માટે પણ જાણીતી છે. કાજોલ અભિનેત્રી તનુજા અને ફિલ્મ નિર્માતા શોમુ મુખર્જીની પુત્રી છે. તાજેતરમાં, તેણે તેના પિતા શોમુ મુખર્જી વિશે એક રમુજી કિસ્સો(funny incidence) સંભળાવ્યો હતો.
અભિનેત્રી કાજોલે તેના પિતા વિશે એક કિસ્સો શેર કરતા કહ્યું કે તે તેનું નામ મર્સિડીઝ(mercedes) રાખવા માંગતા હતા, કારણ કે તેને આ નામ પસંદ હતું. તેમનું માનવું હતું કે જ્યારે મર્સિડીઝના માલિકે તેની પુત્રીના નામ પર કંપનીનું નામ રાખ્યું છે તો જયારે તે તેની પુત્રીનું નામ રાખી શકે છે તો આપણે કેમ નહીં.તેણે જણાવ્યું કે તેની માતા તનુજા બાળપણમાં ખૂબ જ કડક હતી અને ગુસ્સામાં તે તેને બેડમિન્ટન (badminton racket)અને વાસણોથી મારતી હતી. તમને જણાવી દઈએ કે તનુજા અને શોમુ મુખર્જીએ 1973માં લગ્ન(marriage) કર્યા હતા. પરિણીત દંપતીને કાજોલ અને તનિષા નામની બે પુત્રીઓ હતી. જો કે, તેમના લગ્ન લાંબા સમય સુધી ટકી શક્યા નહીં અને બંને અલગ (divorce)થઈ ગયા. તેમના પિતાનું 2008માં હાર્ટ એટેકના (heart attack)કારણે અવસાન થયું હતું.
આ સમાચાર પણ વાંચો : આ દેશમાં અન્નુ કપૂરનું ક્રેડિટ કાર્ડ અને ઘણી રોકડ રકમ ની થઇ ચોરી-ગુસ્સામાં વીડિયો શેર કરીને કહી આવી વાત
તનુજા અને શોમુ મુખર્જીએ પ્રેમ લગ્ન કર્યા હતા, જ્યારે કલોજે અજય દેવગન સાથે પ્રેમ લગ્ન (love marriage)કર્યા હતા. બંનેની પહેલી મુલાકાત ફિલ્મ ‘હલચલ’ ના સેટ પર થઈ હતી. જો કે, આ તે સમયગાળો હતો જ્યારે બંનેના જીવનમાં કોઈ બીજું હતું. પણ ધીરે ધીરે બંને મિત્રો(friend) બન્યા અને પછી પ્રેમ. કાજોલે તેની કારકિર્દીની ના ટોચ પર હતી જયારે તેને અજય સાથે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો. કાજોલ ના પપ્પા શોમુ મુખર્જી તેમના નિર્ણયથી ગુસ્સે(angry) થયા. તેઓ ઈચ્છતા ન હતા કે તેમની પુત્રી એવા સમયે પરણી જાય જ્યારે તેની કારકિર્દી સર્વોચ્ચ સ્તરે હતી. પરંતુ કાજોલ પોતાના નિર્ણય પર અડગ હતી અને તેથી જ તેના પિતાએ એક અઠવાડિયા સુધી તેની સાથે વાત કરી ન હતી. જોકે બાદમાં તેઓ સંમત થયા હતા. કાજોલ-અજયને બે સંતાનો પુત્રી ન્યાસા અને પુત્ર યુગ છે.