ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 27 ડિસેમ્બર 2021
સોમવાર
ટીવી શો 'કુંડલી ભાગ્ય'ની ફેમસ એક્ટ્રેસ શ્રદ્ધા આર્યા તેના લગ્ન જીવનનો ભરપૂર આનંદ માણી રહી છે. તેણે હવે તેની હનીમૂન ટ્રિપની ઘણી શાનદાર તસવીરો શેર કરી છે. તસવીરોમાં શ્રદ્ધા માલદીવના બીચ પર એન્જોય કરતી જોવા મળી રહી છે.
શ્રદ્ધા આર્યા લગ્ન બાદ નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે માલદીવમાં લાઈફ એન્જોય કરી રહી છે. તે સોશિયલ મીડિયા પર તેના ફોટા દ્વારા ચાહકોને કપલ ગોલ આપી રહી છે. શ્રદ્ધા આર્યાએ તેના હનીમૂન માટે માલદીવ પસંદ કર્યું હતું. તે 'કુંડલી ભાગ્ય'માં પ્રીતાનો રોલ કરી રહી છે.
શ્રદ્ધાના ચાહકો તેના ઇન્સ્ટા પર તેના ફોટા જોઈને રોમાંચિત છે. આ તસવીરો પરથી લાગે છે કે શ્રદ્ધાને બીચ પર સમય પસાર કરવો પસંદ છે.
શ્રદ્ધા ની તસવીરો પરથી તેની ખુશી સ્પષ્ટ દેખાય છે. શ્રદ્ધાએ બ્લેક કલરનો સુંદર ડ્રેસ પહેર્યો છે.
શ્રદ્ધા આર્યએ 16 નવેમ્બરે નેવી ઓફિસર રાહુલ નાગલ સાથે લગ્ન કર્યા હતા. ત્યારબાદ આ કપલના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર છવાયેલા હતા.શ્રદ્ધા આર્યએ પરિવાર અને મિત્રોની હાજરીમાં દિલ્હીમાં લગ્ન કર્યા હતા. લગ્નમાં ટીવી ઈન્ડસ્ટ્રીના તેના ઘણા મિત્રો આવ્યા હતા.
શ્રદ્ધાએ 2004માં 'ઈન્ડિયા બેસ્ટ સિનેસ્ટાર કી ખોજ'થી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. તે 'તુમ્હારી પાખી', 'મૈં લક્ષ્મી તેરે આંગન કી', 'કુમકુમ ભાગ્ય', 'ડ્રીમ ગર્લ' અને 'કુંડલી ભાગ્ય' જેવી ઘણી પ્રખ્યાત સીરિયલ સહિત ઘણા ટીવી શોમાં જોવા મળી છે.