ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 28 ફેબ્રુઆરી 2022
સોમવાર
કોરોનાની ત્રીજી લહેરે સમગ્ર દેશને પોતાની ઝપેટમાં લઈ લીધો હતો. જો કે હવે કોરોનાના કેસમાં ઘટાડો થયો છે, પરંતુ હજુ પણ તે આપણા વચ્ચેથી સંપૂર્ણપણે ગયો નથી. બોલિવૂડ અભિનેત્રી શ્રુતિ હાસન તેનું તાજેતરનું ઉદાહરણ બનીને સામે આવી છે. શ્રુતિ હાસન કોરોના સંક્રમિત થઈ ગઈ છે. તેણે પોતે આ માહિતી સોશિયલ મીડિયા પર શેર કરી છે, ત્યારથી તેના ચાહકો તેના ઝડપી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી રહ્યા છે.
તેના સ્વાસ્થ્યની માહિતી શેર કરતા શ્રુતિએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લખ્યું, "તમામને નમસ્કાર. હું તમને બધાને મારા સ્વાસ્થ્યના નવીનતમ સમાચાર આપવા માંગુ છું. તમામ સાવચેતી રાખ્યા પછી પણ, હું કોવિડ -19 ની ચપેટમાં છું. હું ઠીક થવાની પ્રોસેસ માં છું. આભાર અને ટૂંક સમયમાં મળીશું."શ્રુતિ હાસનને ચેપ લાગવાના સમાચાર સામે આવતા જ તેના ચાહકો તેના માટે પ્રાર્થના કરવા લાગ્યા. તે જ સમયે, કેટલાક યુઝર્સ અભિનેત્રીની આ પોસ્ટ પર ટિપ્પણી કરી રહ્યા છે અને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, જલ્દી સ્વસ્થ થાઓ. અન્ય એક યુઝરે કમેન્ટ કરી, "તમારા માટે દુઃખી છું.” બીજાએ લખ્યું, "તમને ઘણા પ્રેમ અક્કા, જલ્દી પાછા આવો." ફેન્સની સાથે ઈન્ડસ્ટ્રીના લોકોએ પણ અભિનેત્રીની પોસ્ટ પર કમેન્ટ કરી હતી. અભિનેત્રી સોફી ચૌધરીએ લખ્યું, "ડૅમ.. જલ્દી સ્વસ્થ થાઓ. ઘણો પ્રેમ." નમ્રતા શિરોડકર લખે છે, "જલદી સાજા થાઓ."
તમને જણાવી દઈએ કે શ્રુતિ હાસન છેલ્લે એમેઝોન પ્રાઇમની વેબ સિરીઝ 'બેસ્ટસેલર'માં જોવા મળી હતી. આ સિરીઝમાં તેની સાથે મિથુન ચક્રવર્તી, અર્જુન બાજવા, ગૌહર ખાન, સત્યજીત દુબે અને સોનાલી કુલકર્ણીએ કામ કર્યું છે. તેનું નિર્દેશન મુકુલ અભ્યંકરે કર્યું છે. આ સિરીઝ શ્રુતિ હાસનની OTT ડેબ્યૂ છે.