News Continuous Bureau | Mumbai
કાશ્મીરી પંડિતોના નરસંહાર અને વિસ્થાપન પર બનેલી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ની દેશભરમાં ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મને ઘણા રાજ્યોમાં ટેક્સ ફ્રી પણ કરવામાં આવી છે. હવે ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને વધુ એક ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે.વિવેક અગ્નિહોત્રી ની ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ દર્શકો સુધી ન પહોંચે એ માટે અનેક કાવાદાવા થઈ રહ્યા છે ત્યારે કાશ્મીરમાં થયેલા હિન્દુઓનો કરાયેલો નરસંહાર અને લાખો કાશ્મીરી પંડિતોને શરણાર્થી તરીકે રાહત કેમ્પમાં રહેવાની ફરજ પાડનાર મુસ્લિમ અલગતાવાદીઓને કડવી હકીકત રજૂ કરતી ફિલ્મ વધુમાં વધુ લોકો જુએ અને હકીકતની જાણકારી મેળવે એ માટે ગુજરાતના વેપારીઓ આગળ આવી રહ્યા છે. વેપારીઓ, સામાજિક સંસ્થાઓ અને નેતાઓ વિવિધ પ્રકારે ફિલ્મને પ્રમોટ કરી રહ્યા છે.
ફિલ્મ ઇન્ડસ્ટ્રીના ઇતિહાસમાં કદાચ પહેલીવાર એવું બની રહ્યું હશે કે સામાન્ય નાગરિકો, વેપારીઓ પોતાના ખર્ચે ફિલ્મનો પ્રચાર કરી રહ્યા હોય.આવો જ એક કિસ્સો જામનગરમાં આવેલા એક મલ્ટીપ્લેકસ ખાતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’ ફિલ્મનો આખો શો જામનગર મહાનગર ભાજપના મહામંત્રી દ્વારા બુક કરવામાં આવ્યો હતો. તો વડોદરામાં પણ એક સામાજિક સંસ્થાએ જનતા માટે ખાસ શોનું આયોજન કર્યું હતું.ગુજરાતના અનેક શહેરોમાં ચા વેચનારા કાશ્મીર ફાઇલ્સ જોઇને આવનારા ટિકિટ બતાવે તો ચા ફ્રી આપે છે. તો ઘણા દુકાનદારો ફિલ્મ જોઇને આવનારને ટિકિટ સામે ભારે ડિસ્કાઉન્ટ ઑફર કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : 'ધ કાશ્મીર ફાઇલ્સ' માટે આ ફિલ્મમેકરે લીધો મોટો નિર્ણય, પોતાની ફિલ્મને લઇ ને લીધું આ પગલું; જાણો શું છે સમગ્ર મામલો
આ મામલે માત્ર ગુજરાત જ નહિ મુંબઈ પણ આ મામલે અગ્રેસર રહ્યું છે. મુંબઈ શહેર ના ગુજરાતી વિસ્તાર માં પણ સામાજિક સંગઠનો મોટાપાયે આ ફિલ્મ ને સમર્થન આપી રહ્યા છે. બોરીવલી વિસ્તારમાં કાર્યરત એવા ‘વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશને’ હાલ માં જ પોતાના સદસ્યો અને મિત્રો માટે એક ખાસ શો નું આયોજન કર્યું હતું. આ તબ્બકે ‘વી હેલ્પ ચેરીટેબલ ફાઉન્ડેશ’ ના ટ્રસ્ટી ઉદય ભાઈ એ ન્યૂઝ કન્ટીન્યૂઝ ને જણાવ્યું કે ‘આવી ફિલ્મ ભારત ના ઇતિહાસ ને લોકો સામે સાચી રીતે પ્રસ્તુત કરે છે જેથી અમે આવી ફિલ્મો નું સમર્થન કરીએ છે.’ ફિલ્મ જોઈ ને બહાર નીકળેલા સમીર રાજડા એ ન્યૂઝ કન્ટીન્યૂઝ ને જણાવ્યું કે, ‘આ ફિલ્મ જોવાને કારણે અમને શાળાના પાઠ્યપુસ્તકો માં જે પ્રકરણ નથી શીખવવામાં આવ્યું તે આજે શીખવા મળ્યું.’ આમ જ મુંબઈ શહેર સહિત ઠેકઠેકાણે આ ફિલ્મ ને સામાજિક સંસ્થાઓ નું સમર્થન હાસિલ થઇ રહ્યું છે.