News Continuous Bureau | Mumbai
સોનાક્ષી સિન્હાએ (Sonakshi Sinha)9 મેના રોજ એક પોસ્ટ કરી હતી, જેના પછી ફેન્સના મનમાં ઘણા સવાલો ઉભા થયા હતા. એટલું જ નહીં સોનાક્ષીની આ પોસ્ટ સોશિયલ મીડિયા (social media viral)પર ખૂબ જ વાયરલ થઈ હતી. ખરેખર, સોનાક્ષીએ તેનો એક ફોટો શેર કર્યો જેમાં તે એક વ્યક્તિનો હાથ પકડેલી જોવા મળી હતી અને બીજો હાથ તેણે તેના ચહેરા પર રાખ્યો હતો જેમાં તેણે વીંટી (wearing ring)પહેરેલી હતી. સોનાક્ષીના હાથમાં હીરાની મોટી વીંટી હતી. આ ફોટો શેર કરતાં સોનાક્ષીએ લખ્યું, મારા માટે મોટો દિવસ. મારા ઘણા સપનાઓમાંથી એક સાકાર થયું છે અને હું તેને તમારા બધા સાથે શેર કરવા આતુર છું. આ પછી ફેન્સને લાગ્યું કે સોનાક્ષીએ સગાઈ (Sonakshi Sinha engagement)કરી લીધી છે. તો સાથે જ કેટલાક ચાહકોએ એવું પણ અનુમાન લગાવ્યું હતું કે સોનાક્ષી કોઈ હીરાની વીંટીની જાહેરાત કરી રહી છે. પરંતુ હવે અભિનેત્રીએ આ બાબતની સત્યતા જણાવી છે.
વાસ્તવમાં સોનાક્ષી પોતાની નવી આર્ટિફિશિયલ નેઇલ બ્રાન્ડ (Artificial nail brand) લાવી રહી છે. જૂની તસવીરોમાં પણ અભિનેત્રી પોતાના સુંદર નખ બતાવતી જોવા મળી હતી. સોનાક્ષીની આ બ્રાન્ડનું નામ SOEZI છે. હજુ સુધી એ સ્પષ્ટ નથી થયું કે સોનાક્ષી આ બ્યુટી કેર બ્રાન્ડ હેઠળ બીજું શું લાવવા જઈ રહી છે, પરંતુ આ પગલાથી સોનાક્ષી બોલીવુડની એવી અભિનેત્રીઓ સાથે જોડાઈ ગઈ છે જેઓ ફિલ્મો સિવાય બિઝનેસ (own business) ચલાવે છે.
આ સમાચાર પણ વાંચો: કાશ્મીરી પંડિતો પર વધુ એક ફિલ્મ 'ધ હિન્દુ બોય' થઇ રિલીઝ,કાશ્મીરી પંડિતો ની હાલ ની સ્થિતિ દર્શાવી રહી છે પુનીત બાલનની આ શોર્ટ ફિલ્મ
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો સોનાક્ષીએ પોતાના કરિયરની શરૂઆત (bollywood debut) 2010માં સલમાનની ફિલ્મ દબંગથી(Dabang) કરી હતી. તે પછી તે 'રાઉડી રાઠોડ', 'દબંગ 2', 'લૂટેરા', 'બુલેટ રાજા', 'હોલિડે', 'તેવર', 'અકીરા', 'કલંક', 'ખાનદાની શફાખાના', 'દબંગ 3'માં જોવા મળી હતી. સોનાક્ષી હાલમાં જ અજય દેવગન, શરદ કેલકર, નોરા ફતેહી અભિનીત ફિલ્મ 'ભુજઃ ધ પ્રાઈડ ઓફ ઈન્ડિયા'માં જોવા મળી હતી. તેની આગામી ફિલ્મો 'કાકુડા' અને 'ડબલ એક્સએલ' છે.