ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 19 ઑગસ્ટ, 2021
ગુરુવાર
ભારતીય ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન અને ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)ના પ્રમુખ સૌરવ ગાંગુલી અને ભૂતપૂર્વ ઓપનર વીરેન્દ્ર સહેવાગ 27 ઑગસ્ટના પ્રખ્યાત શો ‘કૌન બનેગા કરોડપતિ’ (KBC)ની 13મી સિઝનમાં હૉટ સીટ પર બેઠેલા જોવા મળશે. KBCનું આયોજન સદીના મેગાસ્ટાર અમિતાભ બચ્ચન કરે છે. ગાંગુલી અને સહેવાગ શોના ‘શાનદાર શુક્રવાર’ એપિસોડમાં જોવા મળશે. KBCની છેલ્લી સિઝનમાં ‘કર્મ વીર’ નામનો એપિસોડ હતો, જેમાં સામાજિક કારણોસર સેલિબ્રિટી મહેમાનો જોડાતા હતા, પરંતુ આ સિઝનમાં એપિસોડને ‘શાનદાર શુક્રવાર’ નામ આપવામાં આવ્યું છે.
સુહાના ખાનની સાથે આ બે સ્ટાર કિડ્સ પણ કરવા જઈ રહ્યા છે બૉલિવુડમાં એન્ટ્રી
અત્યાર સુધી લોકો ક્રિકેટના મેદાન પર ગાંગુલી અને સેહવાગની જોડી જોઈ ચૂક્યા છે, જે ખૂબ સફળ પણ રહી છે, પરંતુ પ્રેક્ષકોને હવે તેમની જોડી KBCની હૉટ સીટ પર જોવા મળશે. આ શો 23 ઑગસ્ટથી ટેલિકાસ્ટ થશે