News Continuous Bureau | Mumbai
ટીવીની ધમાકેદાર સિરિયલ 'અનુપમા' (Anupama) આ દિવસોમાં તેના ટ્વિસ્ટ અને ટર્ન્સ અને ટીઆરપીની (TRP) રેસમાં સૌથી આગળ હોવાને કારણે ચર્ચામાં છે. શોમાં જ્યાં અનુપમા (Anupama) અને અનુજ (Anuj) એટલે કે રૂપાલી ગાંગુલી (Rupali Ganguli)અને ગૌરવ ખન્ના (Gaurav Khanna) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે, ત્યારે વનરાજ (Vanraj) આ બધું સહન કરી શકતો નથી. 'અનુપમા' (Anupama)માં રૂપાલી ગાંગુલી અને વનરાજ ઘણીવાર એકબીજાને ઝઘડતા અને ટોણા મારતા બતાવવામાં આવે છે. પરંતુ બંને વિશે એવું પણ કહેવાય છે કે તેઓ ઑફસ્ક્રીન પણ એકબીજા સાથે વાત કરતા નથી. એટલું જ નહીં રૂપાલી ગાંગુલી અને સુધાંશુ પાંડે (Sudhanshy Pande) વિશે એવો પણ દાવો કરવામાં આવ્યો હતો કે બંને વચ્ચે શીતયુદ્ધ ચાલી રહ્યું છે. હવે અભિનેતાએ પોતે આ બધી બાબતો પર મૌન તોડ્યું છે અને રૂપાલી ગાંગુલી સાથેના તેના બોન્ડિંગનો પણ ખુલાસો કર્યો છે.
સુધાંશુ પાંડેએ (Sudhanshu Pande) એક ન્યૂઝ પોર્ટલ ને આપેલા ઈન્ટરવ્યુમાં રૂપાલી ગાંગુલી (Rupali Ganguli) સાથેના તેમના બોન્ડિંગ (Bonding) અંગે મૌન તોડ્યું હતું. તેણે કહ્યું કે મને લાગતું હતું કે રૂપાલીની બર્થડે પાર્ટીની (Birthday party) તસવીરો વાયરલ (Viral) થયા બાદ આ તમામ અટકળોનો અંત આવશે. સુધાંશુ પાંડેએ રૂપાલી સાથેના કોલ્ડ વોર પર કહ્યું, "મને લાગતું હતું કે આ બધી કોલ્ડ વોર અફવાઓ તેના જન્મદિવસ (Ruspaldi sbirthday party) પછી સમાપ્ત થઈ જશે કારણ કે અમે પાર્ટીમાં સાથે ખૂબ જ મસ્તી કરી હતી. અમે સાથે ડાન્સ કરતા હતા અને ઈન્ટરનેટ પર શેર કરેલી તસવીરો માં લોકોએ અમને હસતા અને મસ્તી કરતા જોયા હતા. "
આ સમાચાર પણ વાંચો: બોલિવૂડ ની આ ટોચ ની અભિનેત્રી કાન્સ 2022માં આપશે હાજરી,ફરી ચાલશે એક્ટ્રેસ નો જાદુ
સુધાંશુ પાંડેએ (Sudhanshu pande) રૂપાલી ગાંગુલી (Rupali Ganguli)વિશે વાત કરતાં આગળ કહ્યું, "હું આશા રાખું છું કે આ બધી પાયાવિહોણી અફવાઓ પર વિરામ મૂકવામાં આવે કારણ કે તેમાં કોઈ સત્ય નથી. જ્યાં સુધી સોશિયલ મીડિયા પોસ્ટનો (social media post) સંબંધ છે, રૂપાલી તેના ઓનસ્ક્રીન પાર્ટનર (onscreen partner)અનુજ સાથે રીલ્સ (reels) શેર કરે છે. હું મારી પાર્ટનર કાવ્યા એટલે કે મદાલસા શર્મા (Madalsa Sharma) સાથે ફોટા અને વીડિયો શેર કરું છું. તેથી આ વસ્તુઓ પ્રોફેશનલ છે, વ્યક્તિગત નથી."