મનોરંજન

સની લિયોનીએ ફરી એક વખત બોલ્ડ તસવીરો શેર કરી સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી, જુઓ તસવીરો….

Feb, 23 2021


ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

બોલિવૂડ અભિનેત્રી  લિયોની આજકાલ કેરળમાં છે. તે ટીવી રિયાલિટી શો સ્પ્લિટ્સવિલા 13 ના શૂટિંગમાં વ્યસ્ત છે, જે તેણે રણવિજય સિંહની સાથે  મળીને હોસ્ટ કરી રહી છે.

અભિનેત્રીનો ડાન્સનો વીડિયો હોય કે પછી પોતાના હોટ અને ગ્લેમરસ ફોટો હોય તેના દરેક અંદાજને લોકો દ્વારા ખુબ જ પસંદ કરવામાં આવે છે. એવામાં હાલમાં જ અભિનેત્રી સની લિયોનીએ પોતાના ઈંસ્ટાગ્રામ ઉપર ફોટો શેર કર્યા છે. જેમાં અભિનેત્રી ખુબ જ સુંદર અને ગ્લેમરસ લાગી રહી છે. 

 

આ ફોટોમાં સની લિયોની બોલ્ડ  અને બિન્દાસ અદામાં નજરે પડી રહી છે. ખાસ વાત તો એ છે કે સની લિયોની ના આ ફોટો ઉપર લોકો સ્ટનિંગ, વાઉસ બ્યૂટિફુલ જેવી પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. જુઓ આ હોટ અને ગ્લેમરસ ફોટો…

સની ઘણીવાર સોશ્યલ મીડિયા પર પોતાના પૂલ ટાઇમની તસવીરો પોસ્ટ કરતી રહે છે.  જો કે સોશિયલ મીડિયામાં સની આ પહેલા પણ અનેક વાર બિકની લૂક બતાવી ચૂકી છે. વળી કેટલીક વાર તેમને આ કારણે સોશિયલ મીડિયા પર ટ્રોલ પણ થવું પડ્યું છે.

 

ઉલ્લેખનીય છે સની લિયોની હવે બોલીવૂડમાં પોતાની એક આગવી છબી બનાવી ચૂકી છે. 

વર્ક ફ્રન્ટ વિશે વાત કરીએ તો અભિનેત્રીએ ટીવી રિયાલિટી શો બિગ બોસ સીઝન 5 સાથે ભારતીય મનોરંજન ઉદ્યોગમાં પ્રવેશ કર્યો હતો. તેણે જિસ્મ 2, હેટ સ્ટોરી 2, રાગિણી એમએમએસ 2 અને એક પહેલી લીલા જેવી ઘણી બોલિવૂડ ફિલ્મોમાં કામ કર્યું છે.

Leave Comments