News Continuous Bureau | Mumbai
બોલિવૂડ ઈન્ડસ્ટ્રીના આ વર્ષના મોસ્ટ અવેઈટેડ વેડિંગ ફંક્શન્સ હવે શરૂ થઈ ગયા છે. રણબીર કપૂર અને આલિયા ભટ્ટ(Ranbir -Alia wedding) લગ્નના બંધનમાં બંધાવા જઈ રહ્યા છે. જ્યાં એક તરફ વરરાજાની માતા અભિનેત્રી નીતુ કપૂર(Nitu kapoor), દુલ્હનના પિતા મહેશ ભટ્ટ(Mahesh Bhatt) સહિત બોલિવૂડ સેલેબ્સ કપલના લગ્નની ઉજવણી કરી રહ્યા છે. બીજી તરફ આ કપલના ફેન્સ પણ તેમના તરફથી તેમને અભિનંદન આપવાનું ચૂકતા નથી. ચાહકો સતત કપલને શુભેચ્છાઓ મોકલી રહ્યા છે. કેટલાક એવા રસ્તાઓ શોધી રહ્યા છે, જેને જોઈને બધા ચોંકી જાય છે.
A jeweller from surat gifted Ranbir and Alia a gold plated bouquet #RanbirAliaWedding pic.twitter.com/1xchWhhgZe
— Ranbir Kapoor Team (@RanbirKTeam) April 13, 2022
'વાસ્તુ'(Vastu)માં રણબીર અને આલિયા માટે ગિફ્ટ્સ (Gifts)પણ આવવા લાગી છે. રણબીર-આલિયાના ફેન્સ (Ranbir Alia fans)તેમને ગિફ્ટ મોકલીને શુભેચ્છા પાઠવી રહ્યા છે. આ ગિફ્ટ્સ વચ્ચે સુરતના એક જ્વેલરે રણબીર અને આલિયાને એક ખૂબ જ ખાસ ગિફ્ટ મોકલી છે, જેને જોઈને દરેક તેમના વખાણ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા(Social Media) પર જાહેર કરાયેલા એક વીડિયોમાં જાણવા મળ્યું છે કે એક પ્રશંસકે કપલ માટે ગોલ્ડ પ્લેટેડ બુકે(Gold plated bouquet) મોકલ્યો છે.વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં એક વ્યક્તિ તે ગુલદસ્તો ઘરની અંદર લઈ જતો જોવા મળે છે. તે કહે છે કે 'અમે સુરતથી (Surat)આવ્યા છીએ, આ રણબીર જી અને આલિયા જી માટે લગ્નની ભેટ છે. આ સોનાનો ઢોળ ચડાવેલ ગુલાબનો બુકે છે, જેને સોનાથી ફોઇલ કરવામાં આવ્યો છે. આ ભેટ કુશલ ભાઈ જ્વેલર્સ (Jeweler)દ્વારા મોકલવામાં આવી છે. આ બુકે ખૂબ જ સુંદર અને વૈભવી દેખાઈ રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : મુકેશ ભટ્ટ- મહેશ ભટ્ટ ની કંપની વિશેષ ફિલ્મ્સ થી અલગ થઈ પરિવાર ની આ સદસ્ય, પિતરાઈ ભાઈ સાથે મળી ને ખોલી નવી કંપની
રિપોર્ટ્સનું માનીએ તો રણબીર પણ તેની ભાવિ પત્ની આલિયાને લગ્ન (Ranbir Alia wedding)પ્રસંગે એક અમૂલ્ય ભેટ(Gift) આપવાનો છે. તે આલિયાને હીરા જડિત બેન્ડ (diamond band)આપવા જઈ રહ્યો છે, જેમાં આઠ હીરા હશે. વાસ્તવમાં, આઠ રણબીરનો લકી નંબર છે અને તેના કારણે તેને આ બેન્ડમાં આઠ હીરા જડાવ્યા છે. આ સિવાય તે આલિયાને કસ્ટમ મેડ રિંગ (Ring) પણ આપવાના છે.