ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૧
સોમવાર
દિવંગત અભિનેતા સુશાંત સિંહ રાજપૂતની આજે પ્રથમ પુણ્યતિથિ છે. સુશાંત કરિયરમાં તેની ફિલ્મો અને અભિનય ઉપરાંત વિવિધ અભિનેત્રીઓ સાથેના સંબંધોને કારણે પણ સમાચારોમાં રહેતો હતો. અંકિતા લોખંડે સહિત સુશાંતનું બીજી ત્રણ અભિનેત્રીઓ સાથે પણ અફેર રહ્યું હતું.
અંકિતા લોખંડે અને સુશાંત ઝી ટીવીની ધારાવાહિક ‘પવિત્ર રિશ્તા’ના શૂટિંગ દરમિયાન એકબીજાની નજીક આવ્યાં હતાં. સુશાંત એમાં માનવ અને અંકિતા અર્ચનાનું મુખ્ય પાત્ર ભજવતી હતી. સિરિયલમાં બંને પતિ-પત્ની હતાં. આ જોડીએ પોતાનો પ્રેમ જાહેરમાં પણ કબૂલ્યો હતો, ત્યાર બાદ સુશાંત ક્રિતી સેનનના પ્રેમમાં પડ્યો હતો. ગયા વર્ષે સુશાંતે આત્મહત્યા કર્યા પછી ક્રિતીએ તેની યાદમાં એક પોસ્ટ પણ કરી હતી.
વાઉ, શું પાવરફૂલ છે ઉર્વશી રૌતેલા!! પેટ ઉપર ૨૦ થી વધુ મુક્કા ખાધા. પછી આપ્યો કંઈક આવું રીએકશન. જુઓ વિડિયો
સુશાંતે સારા અલી ખાન સાથે પણ થોડા સમય માટે સંબંધ રાખ્યો હતો. કેદારનાથ ફિલ્મને કારણે આ બંને જણ એકબીજાની નજીક આવ્યાં હતાં. સુશાંત અને સારા ૨૦૧૮માં ફાર્મહાઉસમાં પણ સાથે ઘણો સમય વિતાવતાં હતાં. અભિનેતા સારાને પ્રપોઝ પણ કરવાનો હતો, પરંતુ બે વાર એ પ્લાન કૅન્સલ થઈ ગયો હતો. ઉપરાંત રિયા ચક્રવર્તી સાથે પણ સુશાંતનું નામ જોડાયેલું હતું. જોકેરિયાએ સુશાંત સાથેના તેના સંબંધોને અગાઉ સ્વીકાર્યા ન હતા, પરંતુ તેના મૃત્યુના એક મહિના પછી, અભિનેત્રીએ પોતાને સુશાંતની ગર્લફ્રેન્ડ ગણાવી હતી.