ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 ડિસેમ્બર 2021
શુક્રવાર
2020 માં ‘આર્યા’ વેબ સિરીઝ પછી, હવે ‘આર્યા 2’ ની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. સુષ્મિતા સેનને આર્યા સરીનના રોલમાં જોવા માટે ચાહકો આતુર છે. અને હવે આ વેબ સિરીઝની રિલીઝનું કાઉન્ટડાઉન પણ શરૂ થઈ ગયું છે. ‘આર્યા 2’ ની રિલીઝ ડેટ શુક્રવારે એટલે કે 10મી ડિસેમ્બરે થવા જઈ રહી છે.આ સિરીઝ ડિઝની પ્લસ હોટસ્ટાર પર જોઈ શકાય છે. પ્રથમ સીઝન દર્શકોને ખૂબ જ પસંદ આવી હતી અને ત્યારથી ચાહકો આ વાર્તાને સંપૂર્ણ રીતે જોવાની રાહ જોઈ રહ્યા છે. તેમજ, સુષ્મિતા સેને ‘આર્યા’ થી 10 વર્ષ પછી સ્ક્રીન પર કમબેક કર્યું હતું. પરંતુ શું તમે જાણો છો કે આ રોલ માટે પહેલી પસંદ સુષ્મિતા સેન નહીં પરંતુ કાજોલ હતી.
મીડિયા રિપોર્ટ્સમાં કહેવાયું છે કે ‘આર્યા’ સરીનનો મુખ્ય રોલ સૌથી પહેલા કાજોલને ઓફર કરવામાં આવ્યો હતો. 2010માં કાજોલ સાથે પણ આ પ્રોજેક્ટર વિશે વાત થઈ હતી, તેણે સ્ક્રિપ્ટ પણ વાંચી હતી. ખાસ વાત એ હતી કે આ સ્ટોરી પર વેબ સિરીઝ નહીં પરંતુ હિન્દી ફિલ્મ બનવાની હતી. પરંતુ કેટલાક કારણોસર આ પ્રોજેક્ટ પછી અભરાઈએ ચડી ગયો હતો.છેવટે, ઘણા વર્ષો પછી, રામ માધવાણીએ ફરીથી આ પ્રોજેક્ટ પર નવેસરથી કામ શરૂ કર્યું અને આ વખતે તેને શ્રેણી તરીકે રજૂ કરવાનું વિચાર્યું . જે થઈ ગયું અને હવે મુખ્ય અભિનેત્રીનો વારો હતો જે આર્યા સરીનનું સશક્ત પાત્ર એટલી જ તાકાતથી ભજવી શકતી હતી જેટલી તે લખવામાં આવી હતી.
મિસ યુનિવર્સનો ખિતાબ જીત્યા બાદ સુષ્મિતા સેને ફિલ્મોમાં પગ મૂક્યો અને ઘણી મોટી ફિલ્મોનો ભાગ બની. પરંતુ 2010 પછી સુષ્મિતા ફિલ્મોમાં જોવા ન મળી. 2020 માં, તેણે ‘આર્યા’ વેબ સિરીઝ થી 10 વર્ષ પછી કેમેરાની સામે પુનરાગમન કર્યું અને આ વાપસી ખરેખર ધમાકેદાર હતી. હવે સુષ્મિતા સેન ‘આર્યા 2’ માં સારું પ્રદર્શન કરે તેવી અપેક્ષા છે.