News Continuous Bureau | Mumbai
લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (Tarak mehta ka oolta chashma) શોના મુખ્ય પાત્ર તારક મહેતા એટલે કે અભિનેતા શૈલેષ લોઢાના શો છોડવાના (Shailesh Lodha quit show)સમાચારને કારણે ચર્ચામાં છે. બીજી તરફ, મંદાર ચાંદવડકર,(Mandar Chandwadkar)જેઓ આત્મારામ તુકારામ ભીડે નું મહત્વનું પાત્ર ભજવે છે, તેના મૃત્યુને કારણે હેડલાઈન્સમાં છે.પરંતુ મંદાર તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ (instagram live) પર લાઈવ આવીને, સ્પષ્ટ કર્યું કે તે માત્ર એક અફવા છે, વાસ્તવિકતા નથી. તે સંપૂર્ણ સ્વસ્થ છે અને શોના શૂટિંગમાં વ્યસ્ત છે.
તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર લાઈવ આવતા મંદરે કહ્યું, 'નમસ્તે, કેમ છો તમે બધા? હું આશા રાખું છું કે તમે બધા સારા છો. હું પણ મારા કામ પર છું. પણ મેં એક સમાચાર સાંભળ્યા એટલે મેં વિચાર્યું કે લોકો પરેશાન થાય એ પહેલા મારે લાઈવ આવીને તમને બધાને જણાવવું જોઈએ. સોશિયલ મીડિયા પર અફવાઓ આગ કરતાં વધુ ઝડપથી ફેલાઈ છે. હું માત્ર એટલું જ જણાવવા માંગતો હતો કે હું શૂટિંગ કરી રહ્યો છું અને હું ઠીક છું. આ પછી અભિનેતાએ એમ પણ કહ્યું કે 'જે કોઈ પણ આ અફવા ફેલાવી રહ્યો છે, હું તેને આ કરવાનું બંધ કરવા વિનંતી કરું છું. ભગવાન તેને બુદ્ધિ આપે. તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના (TMKOC all cherecter) તમામ કલાકારો સંપૂર્ણપણે સ્વસ્થ અને ખુશ છે.તેઓ ભવિષ્યમાં ઘણાં વર્ષો સુધી ઘણું કામ કરવા અને લોકોનું મનોરંજન કરવા માંગે છે."
આ સમાચાર પણ વાંચો: શું 'યે રિશ્તા ક્યા કહેલાતા હૈ'નો આ અભિનેતા કરશે 'અનુપમા'માં એન્ટ્રી? અનુજની બહેન સાથેની વાયરલ તસવીરો જોઈને ચાહકો એ લગાવ્યો ક્યાસ
મંદાર ચાંદવડકર (Mandar Chandwadkar)શોની શરૂઆતથી જ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' (TMKOC Aatmaram Bhide)સાથે જોડાયેલા છે. તે આત્મારામ તુકારામ ભીડે, સોસાયટીના સેક્રેટરી અને શોમાં બાળકોને ટ્યુટરની ભૂમિકા ભજવી રહ્યો છે અને જેઠાલાલ (Dilip Joshi) સાથે તેની વારંવારની તુ-તુ, મેં-મૈં પ્રેક્ષકોનું ખૂબ મનોરંજન કરે છે.હાલમાં જ મીડિયામાં સમાચાર આવ્યા છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' સાથે 14 વર્ષથી જોડાયેલા શૈલેષ લોઢા શો છોડવા જઈ રહ્યા છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે છેલ્લા એક મહિનાથી શૈલેષે શો માટે શૂટિંગ કર્યું નથી. જો કે શૈલેષ તરફથી હજુ સુધી કોઈ જવાબ મળ્યો નથી.