ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑગસ્ટ, 2021
બુધવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની બબિતાજી એટલે કે અભિનેત્રી મુનમુન દત્તા શોના સેટ પર શૂટિંગ માટે પરત ફરી છે. તેણે આ શો માટે તેનું શૂટિંગ પણ શેડ્યૂલ કર્યું છે. તમને જણાવી દઈએ કે લાંબા સમયથી અફવાઓ ચાલી રહી હતી કે મુનમુને શોને અલવિદા કરી દીધી છે. જોકે હવે તે આગામી એપિસોડમાં બબિતાજીની ભૂમિકામાં દર્શકોનું દિલ જીતવા ફરી એક વાર આવી રહી છે.
કેન્સર સામે લડી રહેલા ‘તારક મહેતા…’ના નટુકાકાની તસવીર વાયરલ, બીમારીને કારણે થઇ આવી હાલત; જુઓ તસવીરો
શોના નિર્દેશક અસિતકુમાર મોદીએ એક મીડિયાને માહિતી આપતાં મુનમુનના શૂટિંગ અંગેની માહિતીની પુષ્ટિ કરી છે. અસિતકુમાર મોદીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું કે, "મુનમુન ઘણાં વર્ષોથી અમારી ટીમનો એક ભાગ છે અને તેણે જે બધું છોડ્યું એ માત્ર એક અફવા હતી. તેણે શોનું શૂટિંગ ફરી શરૂ કર્યું છે અને તમે તેને જલદી જોશો. શૂટિંગ સફળ રહ્યું છે, ટીમને શૂટિંગમાં કોઈ સમસ્યા નહોતી અને અમે બધાં બરાબર છીએ અને અમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ.”