Site icon News Continuous Bureau | Mumbai

દિવાળી પર ‘જેઠાલાલે’ ખરીદી નવી લક્ઝરી કાર, કિંમત જાણી ને ચોંકી જશો; જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 8 નવેમ્બર  2021

Join Our WhatsApp Channel

સોમવાર

ટીવી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં જેઠાલાલની ભૂમિકા ભજવનાર એક્ટર દિલીપ જોશી ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે. છેલ્લા ઘણા વર્ષોથી, તે આ શોમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યો છે અને આ સિરિયલે તેને આંતરરાષ્ટ્રીય સ્તરે ઓળખ અપાવી છે. અભિનેતાને આ શોથી નામ અને ખ્યાતિ બંને મળી છે.

દિવાળીના અવસર પર દિલીપ જોશીએ એક લક્ઝુરિયસ કાર ખરીદી છે, જેની તસવીર તેણે પોતાના ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. દિલીપ જોશીએ કાળા રંગની કિયા સોનેટ સબકોમ્પેક્ટ એસયુવી કાર ખરીદી છે. કારની કિંમત લગભગ 12.29 લાખ રૂપિયા છે. ફોટામાં દિલીપ જોષી તેમના સમગ્ર પરિવાર સાથે જોવા મળી રહ્યા છે અને તેમના ચહેરા પર ખુશી સ્પષ્ટ દેખાઈ રહી છે.

'તારક મહેતા' ફેમ આ અભિનેત્રીએ બોયફ્રેન્ડ પર લાગવ્યો આરોપ, પેહલી જ મુલાકાત માં કરી હતી આવી માંગણી; જાણો વિગત

તમને જણાવી દઈએ કે આજે પણ શોની વાર્તાએ દર્શકોને પોતાની સાથે જોડી દીધા છે. 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં અત્યાર સુધી ઘણા કલાકારો બદલાઈ ચૂક્યા છે પરંતુ દિલીપ જોશી આ શોની શરૂઆતથી જ સાથે રહ્યા છે. તેમના સિવાય ઘણા એવા કલાકારો છે જેમણે શરૂઆતથી અત્યાર સુધી આ શોનો હાથ પકડ્યો છે. જણાવી દઈએ કે, તાજેતરમાં જ નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું નિધન થયું હતું, ત્યારબાદ નિર્માતાઓ નવા અભિનેતાની શોધમાં છે.

Lord Vishnu in Ramayana Movie – ન સૌરભ રાજ જૈન, ન મહેશ બાબુ… તો કોણ છે ‘રામાયણ’ ના ભગવાન વિષ્ણુ? રણબીર કપૂરની ફિલ્મમાં છવાયો પડદા પાછળનો જાદુગર
 SS Rajamouli Varanasi Movie Formats – એસ.એસ. રાજામૌલી ની ‘વારાણસી’ ૧૮ અલગ-અલગ ફોર્મેટમાં થશે રિલીઝ, મહેશ બાબુ ભજવશે મુખ્ય ભૂમિકા
AR Rahman On Ramayana – ‘રાવણ તાંડવ’ માટે 13 વર્ઝન અને 12 ફિલ્મોનો ત્યાગ! ‘રામાયણ’ પર એ.આર. રહેમાનનો મોટો ખુલાસો 
 Manoj Bajpayee Dhurandhar Remark – બોલીવુડમાં નવો વિવાદ? ‘ધુરંધર’ અને પ્રોપેગેન્ડા ફિલ્મો પર મનોજ બાજપેયીનું નિવેદન વાયરલ, સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ
Exit mobile version