News Continuous Bureau | Mumbai
ટેલીવિઝન જગતના(Television world) જાણીતા સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં(serial 'Taarak Mehta Ka Oolta Chashma') ટપુનો(Tapu) રોલ કરનાર એક્ટર રાજ અનડકટે(Raj Anadkat) વિવિધ રોલ પ્લે કર્યા છે. તેણે ફેમિલી ડ્રામા(family drama), કોમેડી(Comedy), માઈથોલોજિકલ સિરિયલમાં(mythological serial) કામ કર્યું છે. હવે તે ફિલ્મ તથા ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર કામ કરવા માંગે છે. જોકે, હવે ચર્ચા છે કે રાજે આ સીરિયલને ટાટા બાય-બાય કહી દીધું છે, પરંતુ હજી સુધી સિરિયલના મેકર્સ તથા એક્ટરે આ અંગે પુષ્ટિ કરી નથી.
એક ખાનગી મીડિયા હાઉસને આપેલા ઇન્ટરવ્યૂમાં એક્ટરે કહ્યું હતું કે, તે એક્ટર તરીકે દરેક પ્રકારના રોલ કરવા માગે છે. તે એક જ મીડિયમમાં કામ કરવા માગતો નથી. તેને જે ઓફર્સ આવશે તેમાં બેસ્ટ કરશે. તે બાઉન્ડ્રીમાં કામ કરવા ઈચ્છતો નથી. તે સ્કાય ઇઝ લિમિટમાં(sky is the limit) માનનારો છે. તે હવે ફિલ્મ ને વેબ સિરીઝમાં(web series) કામ કરવા ઉત્સુક છે.
આ સમાચાર પણ વાંચો : જાણીતા સ્ટેન્ડઅપ કોમેડિયન રાજુ શ્રીવાસ્તવને આવ્યો હાર્ટ એટેક- દિલ્હી એઈમ્સમાં દાખલ- જાણો હાલ કેવું છે તેમનું સ્વાસ્થ્ય
રાજને જ્યારે પૂછવામાં આવ્યું કે ડિજિટલ પ્લેટફોર્મ(Digital platform) પર મોટાભાગે બોલ્ડ સીન્સ(Bold scenes) આવતા હોય છે. તો તે પણ આ સીન્સ કરશે? જવાબમાં એક્ટરે કહ્યું હતું કે તે બોલ્ડ સીન્સ અથવા ઇન્ટિમેટ સીન્સ(Intimate scenes) ભજવવામાં કમ્ફર્ટેબલ નથી. તેને હજી સુધી આ અંગે વિચાર્યું નથી. તેને ખ્યાલ નથી કે તે તેના પર કેવી પ્રતિક્રિયા આપે. તેણે બોલ્ડ પ્રોજેક્ટ્સ(Bold projects) અંગે વિચાર્યું નથી. જો તેને એક્શન કરવાની થશે તો તે આ માટે તૈયાર છે. તેને આ ગમે છે. તે પોતાની ઓનસ્ક્રીન ઇમેજ બદલવા માંગે છે. રાજ ડિરેક્ટર રોહિત શેટ્ટી સાથે કામ કરવા માંગે છે. તેનું સપનું છે કે તે રોહિત શેટ્ટી સાથે કામ કરે. તેણે રોહિત શેટ્ટીની(Rohit Shetty) ફિલ્મ્સ એકથી વધુ વાર જોઈ છે. તે જ્યારે પણ એવોર્ડ ફંક્શનમાં(award function) રોહિત શેટ્ટીને મળે ત્યારે તે તેમની સાથે વાત પણ કરવાની હિંમત કરી શકતો નથી. રાજે એમ પણ કહ્યું હતું કે તે 'ખતરો કે ખિલાડી'માં(Khatro Ke Khiladi) કામ કરવા તૈયાર છે. જો તેને આ શો ઑફર થયો તો તે તેમાં કામ કરવા તૈયાર છે. આવતા વર્ષે તે આ શોમાં કામ કરવા તૈયાર છે. શરૂઆતમાં તેણે સ્વાસ્થ્ય(Health) પર ધ્યાન આપ્યું નહોતું. તે હાલમાં જીમ જાય છે. રાજે વધુમાં ઉમેર્યું હતું કે તે હાલમાં શું જમે છે તેના પર ફોકસ કરે છે. તેણે પર્સનલ ટ્રેનર(Personal trainer) પણ રાખ્યો છે. તેણે ડાયટ પ્લાન બનાવીને આપ્યો છે અને તે રેગ્યુલર આ ફોલો કરે છે. જોકે, જ્યારે તે ટ્રાવેલિંગ(traveling) કરતો હોય છે ત્યારે ડાયટ પ્લાન ફોલો કરી શકાતો નથી. તે રજાઓમાં ક્યારેય કેલરીની ગણતરી કરતો નથી. હાલમાં તે કાર્બ્સ ઓછા લે છે.
આ સમાચાર પણ વાંચો : પરદેશી પરદેશી જાના નહીં ગીત થી લોકપ્રિય થયેલી આ અભિનેત્રી થઇ ગઈ છે ગુમનામી માં ગરકાવ બદલાઈ ગયો આખો લુક-ઓળખવી થઇ મુશ્કેલ
રાજ અનડકટ ટીવી એક્ટ્રેસ(TV actress) કનિકા માન સાથે મ્યૂઝિક વીડિયો(Music video) 'સોરી સોરી'માં જાેવા મળશે. આ મ્યૂઝિક વીડિયોનું શૂટિંગ દુબઈમાં કરવામાં આવ્યું છે.