ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 4 ઑક્ટોબર, 2021
સોમવાર
નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક માત્ર આઠ વર્ષની ઉંમરે સ્ત્રીના કપડાં પહેરીને ભવાઈ કરવાનું શરૂ કર્યું હતું. તેમણે પહેલો કિરદાર એક સ્ત્રીના કપડામાં કર્યો હતો વર્ષ ૧૯૬૦માં તેઓ ચાઇલ્ડ આર્ટિસ્ટ તરીકે જનતા સામે પ્રસ્તુત થયા હતા. તેમણે પોતાની કારકિર્દીમાં ૨૫૦થી વધુ ગુજરાતી અને હિન્દી ફિલ્મો તેમજ 300થી વધારે હિન્દી સિરીયલ અને ૧૫૦ જેટલી ગુજરાતી સીરીયલ જ્યારે કે સો જેટલા નાટકો અને ૨૫૦ જેટલી નૃત્ય નાટિકામાં કામ કર્યું છે.
એક મીડિયા હાઉસ સાથે વાતચીત કરતા તેમના દીકરાએ કહ્યું કે તેમની અંતિમયાત્રા પહેલા તેમના માથા પર રંગલાની ટોપી ચઢાવવામાં આવશે અને ત્યારબાદ તે ટોપી યાદગીરીરૂપે પરિવાર સાથે રહેશે.
નટુ કાકા ની અંતિમ વિદાય કાંદીવલી દહાણુકર વાડી ઇલેક્ટ્રિક સ્મશાન ગૃહ માં સવારે 8:30 વાગે પાર પડી.
ઊંચા ગજાના કલાકાર એવા નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયક ની અંતિમ વિદાય મેકઅપ અને રંગલા ની ટોપી સાથે.