ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ઑગસ્ટ, 2021
મંગળવાર
ટીવીનો લોકપ્રિય કૉમેડી શો 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં બબિતાજીનું પાત્ર ભજવનાર મુનમુન દત્તા છેલ્લા ઘણા મહિનાઓથી શોમાં દેખાઈ નથી. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેણે શો છોડી દીધો છે. જોકે મેકર્સે તેના વિશે કોઈ સ્પષ્ટ માહિતી આપી નથી, પરંતુ મેકર્સે બબિતાજીની વાપસી અંગે સંકેત આપ્યો છે. એ જ સમયે અય્યરભાઈની ભૂમિકા ભજવનાર તનુજ મહાશબ્દેએ પણ શોમાં બબિતાજીના પુનરાગમન પર પ્રતિક્રિયા આપી છે. તાજેતરમાં મીડિયાને આપેલા ઇન્ટરવ્યૂમાં તનુજ મહાશબ્દેએ કહ્યું હતું કે તેમને ખબર નથી કે આવી અફવાઓ ક્યાંથી શરૂ થઈ. તે બહુ જલદી મુનમુન દત્તા સાથે શૂટિંગ કરવા જઈ રહ્યો છે. તનુજે વધુમાં કહ્યું કે એ પણ સાચું નથી કે તેનો સીન હટાવી દેવામાં આવ્યો છે. મુનમુનના જીવનમાં જે પણ બન્યું છે એ વ્યક્તિગત છે અને તેને બબિતાજીનું પાત્ર ભજવવામાં કોઈ સમસ્યા નથી. શોમાં કોઈ વાંધો નથી.
અજય દેવગણને પ્રશ્ન, નરેન્દ્ર મોદી અને ઇન્દિરા ગાંધી વચ્ચે કોણ મજબૂત છે? જાણો અભિનેતાનો જવાબ
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના ઇન્સ્ટાગ્રામ ઍકાઉન્ટ પર એક પોસ્ટ શૅર કરવામાં આવી છે. આ પોસ્ટમાં બબિતાજી અને અય્યરભાઈનું ચિત્ર છે. તસવીર પર લખ્યું હતું કે : બબિતાજી અને અય્યરને જેઠાલાલનું શું અર્જન્ટ કામ હોઈ શકે? કેપ્શનમાં લખ્યું હતું : સવારે, જેઠાલાલે સૂરજદાદા સાથે બબિતાજી અને અય્યરભાઈનાં દર્શન કેમ કર્યાં?"
અય્યરભાઈનો ઇન્ટરવ્યૂ અને શોની નવી પોસ્ટ્સ સામે આવ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બબિતાજી ખૂબ જ જલદી શોમાં દેખાશે.