News Continuous Bureau | Mumbai
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં’ એવું જ થયું જેની અટકળો ચાલી રહી હતી. પ્રોમોમાં એવું કહેવામાં આવી રહ્યું હતું કે દયાબેન ગોકુલધામ(Dayaben in Gokuldham) આવી રહી છે પરંતુ ત્યારબાદ તેમના ચાહકોને શંકા ગઈ અને તેમની વાત સાચી સાબિત થઈ. ફરી એકવાર દર્શકો નિરાશ થયા છે. કારણ કે દયાબેન શોમાં પરત ફરી નથી.
શોમાં એવું બતાવવામાં આવી રહ્યું હતું કે સુંદરલાલે જેઠાલાલને વચન આપ્યું હતું કે તે આ વખતે દયાબેન સાથે ચોક્કસ મુંબઈ(Mumbai) આવશે. તે બરોબર આવ્યો પણ તેની સાથે દયાબેન નહિ પણ તેનું કટ આઉટ (Dayaben cut out)હતું. જેઠાલાલ આ કટ આઉટ જોઈને તરત જ તે ગુસ્સે થઈ ગયા અને ખૂબ જ ઉદાસ દેખાતા હતા. આ સાથે જ ગોકુલધામના રહેવાસીઓ પણ આશ્ચર્યચકિત થઈ ગયા કે આખરે શું થઈ રહ્યું છે.
તે જ સમયે, જ્યારે આ વખતે દયા ગોકુલધામ સોસાયટીમાં(Gokuldham society) પહોંચી નથી, ત્યારે ગુસ્સામાં જેઠાલાલે સુંદરલાલને અલ્ટીમેટમ આપ્યું છે. તેણે બધાની સામે જાહેરાત કરી છે કે જો બે મહિનામાં દયા પરત નહીં આવે તો તે ભોજન અને પાણી લેવાનું બંધ કરી દેશે.
આ સમાચાર પણ વાંચો : આલિયા ભટ્ટ પછી બોલિવૂડ ની આ અભિનેત્રી બનશે એસએસ રાજામૌલીની હિરોઈન-બોક્સ ઓફિસ પર મચાવશે ધૂમ
હવે સવાલ એ છે કે શું દિશા વાકાણીને રિપ્લેસ (Disha vakani replace)કરવામાં આવશે. વાસ્તવમાં, તાજેતરમાં જ દિશા માતા બની છે અને તેના શોમાં પાછા ફરવાની શક્યતાઓ નહિવત્ છે. 2017 માં, જ્યારે તે પુત્રીની માતા બની હતી ત્યારબાદ તે હજી સુધી પાછી આવી ન હતી, આવી સ્થિતિમાં દિશા માટે બીજી વખત માતા બન્યા પછી પરત ફરવું એટલું સરળ નહીં હોય. તેથી હવે એવું કહેવામાં આવી રહ્યું છે કે નિર્માતાઓએ અન્ય દયાબેનની શોધ પણ શરૂ કરી દીધી છે અને ટૂંક સમયમાં દિશા વાકાણીને બદલે બીજા ચહેરા ને દયાબેન તરીકે શોમાં લાવવામાં આવશે.