ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 31 ઑગસ્ટ, 2021
મંગળવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ની ગોકુલધામ સોસાયટીમાં આયોજિત કોવિડ -19 રસીકરણ અભિયાન જોખમમાં છે. ગોકુલધામના રહેવાસીઓ ઉપરાંત આ રસીકરણ અભિયાન અન્ય નાગરિકો માટે પણ ખુલ્લું રાખવામાં આવ્યું છે. ગોકુલધામ સોસાયટીની બહારના લોકો પણ આ સુવિધાનો લાભ લઈ શકે છે, એથી ભીડેએ નજીકમાં પણ આ અભિયાન વિશે માહિતી આપી હતી, પણ બહારથી કોઈ આવતું નથી એ જોઈને ભીડે પણ વિચારમાં પડી ગયા. સમસ્યા એ છે કે સોસાયટીની બહારના કેટલાક લોકો આ કારણે રસીકરણ અભિયાનનો વિરોધ કરી રહ્યા છે.
કેટલાક લોકોએ સોસાયટીની બહારના પોસ્ટર પર લખ્યું છે કે ગોકુલધામ સોસાયટીના કોવિડ -19 રસીકરણ કૅમ્પની રસી નકલી છે અને દરેકને કોવિડ -19 રસીના નામે ભેળસેળયુક્ત ઇન્જેક્શન આપવામાં આવી રહ્યાં છે. ગોકુલધામના લોકો આ પોસ્ટર જોઈને સ્તબ્ધ થઈ ગયા છે. છેવટે આ કોણે કર્યું છે, અને શા માટે, કોઈ આ સમજી શકતું નથી.
EDએ જેકલિન ફર્નાન્ડીસની પાંચ કલાક પૂછપરછ કરી, સુકેશ ચંદ્રશેખર સાથે સંબંધિત છે આ કેસ
આની તપાસ કરવી જરૂરી ગણીને ગોકુલધામના રહેવાસીઓએ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડેને ફોન કર્યો, પરંતુ ઇન્સ્પેક્ટર ચાલૂ પાંડે આ બાબતે પહેલેથી જ વાકેફ છે અને તે નકલી કોવિડ -19 રસીના કેસમાં ગોકુલધામના તમામ રહેવાસીઓની તપાસ અને ધરપકડ કરવા માટે સોસાયટી સુધી પહોંચવાના છે. આ વખતે ગોકુલધામના તમામ રહેવાસીઓ તેમની સામેના આ આરોપથી ખૂબ ચિંતિત છે. તેઓ માને છે કે ગોકુલધામ સોસાયટીમાં આવું ખોટું કરવું અશક્ય છે. આવી સ્થિતિમાં, ગોકુલધામના રહેવાસીઓ આ સમસ્યાનો સામનો કેવી રીતે કરશે? વધુ જાણવા માટે, જોતા રહો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’.