ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 1 ઑક્ટોબર, 2021
શુક્રવાર
છેલ્લાં 13 વર્ષથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દર્શકોનું મનોરંજન કરે છે અને TRPમાં પણ સતત બની રહી છે. શોનું પાત્ર ગમે તે હોય, ચાહકો દરેક પાત્રને સમાન રીતે ચાહે છે, પરંતુ હવે અમે તમને શોના એક પાત્રની આવી તસવીર બતાવવા જઈ રહ્યા છીએ, જેને જોઈને તમારું મન મૂંઝાઈ જશે. આ તસવીરમાં સરદાર પટેલના લુકમાં જોવા મળતો અભિનેતા અન્ય કોઈ નહીં, પણ તમારા જેઠાલાલ એટલે કે દિલીપ જોશી છે.
હકીકતમાં ગુરુવારે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના એપિસોડમાં, ગણેશોત્સવ ઊજવાયો, જેમાં દરેક કલાકારને સ્વતંત્રતાસેનાની બનવાનું હતું અને તેના ઉપર કેટલીક પંક્તિઓ બોલવાની હતી. આ કાર્યક્રમમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોશીએ સરદાર પટેલનું રૂપ ધારણ કરીને લોકોને સ્તબ્ધ કરી દીધા હતા. દિલીપ જોશીની આ તસવીર હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. આ પ્રસંગે જેઠાલાલે માત્ર સરદારનું સ્વરૂપ જ રાખ્યું ન હતું, પરંતુ સરદાર જેવા શિક્ષણના માર્કેટીકરણ ઉપર પણ પ્રશ્નો ઉઠાવ્યા હતા. જેઠાલાલે પોતાના ભાષણ દરમિયાન ધ્યાન રાખ્યું હતું કે જો આજે સરદાર પટેલ હોત તો આ બાબતે કેવી રીતે વિરોધ કર્યો હોત. આ પ્રસંગે માત્ર જેઠાલાલ જ નહીં, પરંતુ ગોકુલધામના ઘણા લોકોએ વિવિધ રૂપ ધારણ કર્યાં હતાં, જેમાં સોનુ એટલે કે ટપ્પુ સેનાના સોનાલિકા ભીડે રાણી લક્ષ્મીબાઈના રૂપમાં તો તારક મહેતા લાલ બહાદુર શાસ્ત્રી તરીકે જોવા મળ્યા હતા. એટલું જ નહીં, આ પ્રસંગે આ તમામ પાત્રોએ સમાજમાં ફેલાયેલી બુરાઈઓ ઉપર પણ ખૂલીને વાત કરી છે.
તમને જણાવી દઈએ કે છેલ્લાં 13 વર્ષમાં આ શોને લોકો તરફથી ઘણો પ્રેમ મળ્યો છે. આ શોમાં વખતોવખત આવા કાર્યક્રમો થતા જ રહે છે, જેમાં ગોકુલધામના તમામ સદસ્યો આવાં વિવિધ રૂપોમાં જોવા મળતા હોય છે.