ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 ઑક્ટોબર, 2021
શનિવાર
ટીવીનો સૌથી પ્રખ્યાત શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ એક એવો શો છે જે છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે અને આ શોનું દરેક પાત્ર પોતાનામાં અને લોકોના દિલમાં એક ખાસ સ્થાન ધરાવે છે. આ સાથે શોની ગોકુલધામ સોસાયટી પણ ખૂબ જ ચર્ચામાં છે, પરંતુ શું તમે જાણો છો કે શોની પ્રખ્યાત ગોકુલધામ સોસાયટી એક સેટ સિવાય બીજું કંઈ નથી અને એ અંદરથી સંપૂર્ણપણે ખાલી છે, તો ચાલો જાણીએ કે ત્યાં કેવી રીતે શૂટિંગ થાય છે?
અંતે શાહરુખ-ગૌરીની મન્નત પૂરી, આ શરતો પર હાઈ કોર્ટે આપ્યા આર્યન ખાનને જામીન; જાણો કઈ છે એ શરતો
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ગોકુલધામ સોસાયટીનો સંપૂર્ણ સેટ મુંબઈના ગોરેગાંવમાં બનેલી ફિલ્મ સિટીમાં તૈયાર કરવામાં આવ્યો છે. આ સેટ લગભગ 13 વર્ષ પહેલાં બનાવવામાં આવ્યો હતો. તમે જોયું જ હશે કે ગોકુલધામ સોસાયટીના કમ્પાઉન્ડનો ભાગ ઘણી વાર શોમાં બતાવવામાં આવે છે અને ઘરનો ભાગ પણ. જોકે આ સેટ પર માત્ર કમ્પાઉન્ડ અને બાલ્કનીના ભાગ જ શૂટ કરવામાં આવે છે. બીજી તરફ, જો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’નું આઉટડૉર શૂટિંગ કરવું હોય તો આ સેટ પર જ કરવામાં આવે છે. પરંતુ જો ઇન્ડૉર શૂટિંગ કરવાનું હોય તો એના સેટ કાંદિવલીમાં બનાવવામાં આવ્યા છે, જ્યાં ઇન્ડૉર શૂટિંગ થાય છે. એટલે કે જ્યારે પણ કોઈના ઘરની અંદર શૉટ લેવાનો હોય તો શૂટિંગ કાંદિવલીમાં થાય છે. આ તમામ કામ ખૂબ જ કાળજીપૂર્વક કરવામાં આવે છે જેથી તે કોઈ પણ રીતે ખરાબ ન લાગે.