'તારક મહેતા કા ઉલ્ટા' ચશ્મા છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. આ શો ના દરેક પાત્રો એ લોકો ના દિલ માં પોતાની અલગ જ છાપ છોડી છે.હવે શો ના એક પાત્રને લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 2017થી શોમાં દયાબેનનું પાત્ર ભજવતી દિશા વાકાણી ગાયબ છે. પુત્રીના જન્મ પછી તે શોમાં જોવા મળી નહોતી. જો કે તેની વાપસી અંગે અટકળો લગાવવામાં આવી રહી છે, પરંતુ તેની વાપસી કેટલા સમયમાં શક્ય બનશે તે ક્યારેય સ્પષ્ટ થયું નથી.હવે દિશા વાકાણી વિશે મોટા સમાચાર સામે આવ્યા છે. દિશા વકાણી આમ તો સોશિયલ મીડિયા પર સક્રિય નથી પરંતુ તેના ચાહકો ચોક્કસપણે સક્રિય છે. જે સમયાંતરે તેમની સાથે જોડાયેલી માહિતી અને તસવીરો શેર કરતા રહે છે. હાલમાં જ દિશાની કેટલીક એવી તસવીરો વાયરલ થઈ રહી છે, જેને જોઈને ચાહકોના હોશ ઉડી ગયા. દિશાના શોમાં પાછા ન આવવાનું કારણ પણ લોકો સમજી ગયા.
સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી આ તસવીરમાં દિશા વાકાણી એકદમ સ્વસ્થ દેખાઈ રહી છે. તેને જોઈને અનુમાન લગાવવું મુશ્કેલ નથી કે તે માતા બનવા જઈ રહી છે. આ તસવીરમાં દિશાની સાથે તેનો પતિ પણ જોવા મળી રહ્યો છે. ઉપરાંત, તે કોઈ ફંક્શનમાં લોકો સાથે પોઝ આપી રહી છે. દિશાની આ પોસ્ટ પર ફેન્સ જબરદસ્ત રિએક્શન આપી રહ્યા છે. કેટલાક તેમને અભિનંદન આપી રહ્યા છે તો કેટલાક તેમને વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછી રહ્યા છે. જોકે, આ પોસ્ટ પરથી એ સ્પષ્ટ નથી થયું કે આ ફોટો લેટેસ્ટ છે કે નહીં.
તાજેતરમાં, શોમાં દયાબેનના પતિ જેઠાલાલનો રોલ કરનાર દિલીપ જોશીની પુત્રીના લગ્ન હતા. આ લગ્નમાં તારક મહેતાના ઘણા કલાકારો સામેલ થયા હતા, પરંતુ કોઈ ગાયબ હતું, તે દિશા વાકાણી હતી. મીડિયામાં એવા અહેવાલો આવ્યા હતા કે દિશાએ દિલીપ જોશીની દીકરી ના લગ્ન સમારોહમાં જવાની ના પાડી દીધી હતી. હવે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે કદાચ દિશા પ્રેગ્નન્સીને કારણે મીડિયા સામે આવી નથી રહી.