ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 12 ઑક્ટોબર, 2021
મંગળવાર
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'માં નટુકાકાની ભૂમિકા ભજવીને દર્શકોનાં દિલ પર રાજ કરનાર અભિનેતા ઘનશ્યામ નાયકનું તાજેતરમાં નિધન થયું છે. મહિનાઓ સુધી કૅન્સર જેવા જીવલેણ રોગ સામે લડ્યા પછી, ઘનશ્યામ નાયકે 3 ઑક્ટોબરના રોજ આ દુનિયાને અલવિદા કહ્યું. ઘનશ્યામ નાયક લગભગ એક વર્ષ સુધી કૅન્સર જેવા જીવલેણ રોગ સામે લડ્યા અને સ્વસ્થ થયા પછી કામ પર પાછા ફર્યા. પરંતુ એક માર્ચથી તેમની હાલત ફરી બગડી અને તેમણે આ દુનિયા છોડી દીધી. ઘનશ્યામ નાયકના પુત્રે તેમના છેલ્લા સમય વિશે જણાવ્યું.
આ અભિનેતાને એક વખત હોટલમાં વાસણ ધોવાની ફરજ પડી હતી, જાણો અભિનેતાની ખાસ વાતો
એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં ઘનશ્યામ નાયકના પુત્ર વિકાસે અભિનેતાની અંતિમ ક્ષણો વિશે વાત કરી હતી. વિકાસે જણાવ્યું કે 'પિતાએ 9 કિમોથેરપી સત્રો કર્યાં હતાં. ગયા વર્ષે 5 કિમોથેરપી સત્રો હતાં અને આ વર્ષે 4. આ પછી તેમણે 30 રેડિયેશન સત્રો પણ કર્યાં. સારવાર દરમિયાન એવું લાગતું હતું કે પાપાની સ્થિતિ સુધરી રહી છે, પરંતુ જ્યારે આ વર્ષે માર્ચ 2021ના મહિનામાં પપ્પાનો ચહેરો સૂજી ગયો, ત્યારે અમે વિચાર્યું કે તે રેડિયેશનની અસર હોઈ શકે છે. એ જ સમયે જ્યારે અમે ફરીથી પરીક્ષણ કરાવ્યું, ત્યારે જાણવા મળ્યું કે કૅન્સર હવે તેમનાં ફેફસાંમાં ફેલાઈ ગયું છે. વિકાસે આગળ કહ્યું, 'વચ્ચે, જ્યારે પાપાની તબિયતમાં થોડો સુધારો થયો, ત્યારે તેમણે 'તારક મહેતા…'ના શૂટિંગમાં પાછા જવાનો આગ્રહ કર્યો. એટલું જ નહીં, તેમણે એક જાહેરાત પણ શૂટ કરી, પરંતુ જ્યારે તેમનું ફરીથી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે જાણવા મળ્યું કે કૅન્સર હવે તેમના શરીરના અન્ય ભાગોમાં ફેલાઈ ગયું છે. 2 ઑક્ટોબરે જ્યારે મારા પિતાએ મને પૂછ્યું, હું કોણ છું? તે પોતાનું નામ પણ ભૂલી ગયા હતા. તે ક્ષણે મને સમજાયું કે હવે તેમણે દુનિયા છોડવાનું શરૂ કરી દીધું છે.