News Continuous Bureau | Mumbai
'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' દર્શકોનો પ્રિય કોમેડી (TMKOC)શો છે. આ શો છેલ્લા કેટલાક વર્ષો થી દર્શકો નું મનોરંજન પૂરું પડે છે. આ શો માં કામ કરતી પ્રખ્યાત અભિનેત્રી નેહા મહેતા(Neha Mehta) એટલે કે અંજલી ભાભી એ પોતાના અભિનયથી લોકોના દિલ જીતી લીધા છે. આ શો માં તેણે તારક મહેતાની પત્નીની ભૂમિકા ભજવી હતી. તે આ શો સાથે 12 વર્ષ સુધી જોડાયેલી હતી, પરંતુ થોડા દિવસો પહેલા જ તેણે આ શોને અલવિદા કહ્યું હતું. આટલા મહિનાઓ પછી નેહા મહેતાએ શોના મેકર્સ(makers) વિશે જે ખુલાસો કર્યો છે તે સાંભળીને ફેન્સ પણ ચોંકી જશે. નેહા મહેતાએ કહ્યું કે શોના મેકર્સે હજુ સુધી તેના જૂના બિલ ક્લિયર (bill clear)કર્યા નથી.એટલે કે તેને તેનું મહેનતાણું ચુકવ્યું નથી.
નેહા મહેતાએ એક ઈન્ટરવ્યુ દરમિયાન આ વાતનો ખુલાસો કર્યો હતો. નેહાએ કહ્યું છે કે તેને ફરિયાદ (complaint)કરવાનું પસંદ નથી, પરંતુ તે ઈચ્છે છે કે તેની મહેનતની (fees)કમાણી પાછી મળે. તે કહે છે કે તેની છ મહિનાની ફી હજુ બાકી છે અને તે ક્યારે મળશે તે અંગે તેને કોઈ જાણ નથી.ઇન્ટરવ્યુ દરમિયાન નેહાએ કહ્યું, 'મેં લગભગ 12 વર્ષ સુધી તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (TMKOC)કામ કર્યું અને પછી વર્ષ 2020માં શો છોડી દીધો. પરંતુ હજુ સુધી મને છેલ્લા છ મહિનાની મારી ફી મળી નથી. મેં શો છોડ્યા પછી મેકર્સને ઘણી વખત ફોન કર્યો (phone call)અને તેના વિશે વાત કરી. હું ફરિયાદ નથી કરી રહી પરંતુ મને આશા છે કે જલ્દી જ આનો ઉકેલ આવશે.મને આશા છે કે મારી મહેનત ના પૈસા ચોક્કસપણે મળશે.
આ સમાચાર પણ વાંચો : કેમ 51 વર્ષની ઉંમરે પણ સિંગલ છે તબ્બુ – એક્ટ્રેસે તેની હાલત માટે બોલિવૂડના આ દિગ્ગજ કલાકાર ને ઠેરવ્યો જવાબદાર
તમને જણાવી દઈએ કે હાલમાં જ નેહાએ એક ગુજરાતી ફિલ્મનું (gujarati film)શૂટિંગ પૂરું કર્યું છે. નેહાની ગુજરાતી ફિલ્મ 'હલકી ફુલકી' ગયા વર્ષે રિલીઝ થઈ હતી.નેહા મેહતા એ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ માં 12 વર્ષ સુધી કામ કર્યું છે અને હવે તે નવા કોન્સેપ્ટ પર ફોકસ કરી રહી છે.