ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 25 ઑક્ટોબર, 2021
સોમવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ટીવીની નંબર વન કૉમેડી સિરિયલ છે. આ સિરિયલ વર્ષોથી દર્શકોના દિલ પર રાજ કરી રહી છે. ચાહકોને આ સિરિયલની સરળ અને રમૂજી વાર્તા ગમે છે. ખાસ વાત એ છે કે આ વાર્તામાં જોવા મળેલાં પાત્રો પણ પોતાના શાનદાર અભિનયને કારણે ચાહકોમાં છવાયેલાં છે. સિરિયલમાં અભિનેત્રી મુનમુન દત્તા 'બબિતાજી'ના રોલમાં અને રાજ અનડકટ 'જેઠાલાલના પુત્ર ટપ્પુ'ના રોલમાં જોવા મળે છે. રાજ અને મુનમુન તેમની ડેટિંગ અફવાઓને કારણે ખૂબ જ ચર્ચામાં રહ્યાં છે. ભૂતકાળમાં ઘણા અહેવાલોએ દાવો કર્યો હતો કે રાજ અને મુનમુન એકબીજાને ડેટ કરી રહ્યાં છે. એ જ સમયે હવે બંનેની તસવીર બહાર આવી છે, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહી છે. આ તસવીરમાં મુનમુન રાજનો હાથ પકડતી જોવા મળી રહી છે.
આ વાયરલ તસવીરમાં જોઈ શકાય છે કે રાજ અને મુનમુન કૅમેરા માટે પોઝ આપી રહ્યાં છે. આ તસવીરમાં અભિનેત્રી રાજનો હાથ પકડી રહી છે. દેખાવની વાત કરીએ તો મુનમુને પ્રિન્ટેડ શર્ટ અને સફેદ રંગનું જીન્સ પહેર્યું છે. આ સાથે તેણે પોતાના વાળ ખુલ્લા રાખ્યા છે અને હળવો મેક-અપ કર્યો છે, જેમાં તે હંમેશની જેમ સુંદર દેખાય છે અને રાજ હૂડી પહેરેલો જોવા મળે છે. આ તસવીર પર ફેન્સ ઝડપથી પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.
થોડા સમય પહેલાં મુનમુન દત્તાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શૅર કરી હતી, જેમાં તેણે રાજ સાથેના તેના સંબંધોની અફવાઓને રદિયો આપ્યો હતો. એટલું જ નહીં, આ પોસ્ટમાં મુનમુને લખ્યું હતું કે હું સામાન્ય લોકોને કહેવા માગું છું … ‘મને તમારી પાસેથી વધુ સારી અપેક્ષાઓ હતી, પણ તમે કૉમેન્ટ બૉક્સમાં જે ગંદકીનો વરસાદ કર્યો છે, એ કહેવાતા ભણેલા-ગણેલા લોકોએ પણ સાબિત કરી દીધું છે કે આપણે કેટલા પછાત છીએ. આ પોસ્ટમાં મુનમુન દત્તાએ એમ પણ લખ્યું હતું કે, તે પોતાને ભારતની પુત્રી કહેતાં શરમ અનુભવે છે.’