ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 6 નવેમ્બર 2021
શનિવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લા 13 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. 2008થી શરૂ થયેલો આ શો પ્રેક્ષકોના દિલમાં ખાસ સ્થાન ધરાવે છે અને TRP ચાર્ટમાં ટોપ 5માં પણ પોતાનું સ્થાન જાળવી રાખે છે. ગયા મહિને, આ શો ઘણા કારણોસર સમાચારમાં હતો, જેમાંથી એક શોમાં નટ્ટુ કાકાની ભૂમિકા ભજવનાર ધનશ્યામ નાયકનું મૃત્યુ હતું. ઘનશ્યામ નાયકના નિધન બાદ નિર્માતાઓએ નવા નટ્ટુ કાકાની શોધ શરૂ કરી છે. ઘનશ્યામ નાયકના નિધન બાદ સોશિયલ મીડિયા પર સતત ચર્ચા ચાલી રહી છે કે ધનશ્યામ નાયકના મૃત્યુ બાદ નટુ કાકાનો રોલ કોણ ભજવશે. હવે સમાચાર છે કે નટ્ટુ કાકાના રોલ માટે મેકર્સની શોધ પૂરી થઈ ગઈ છે.
એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' માટે 'નટ્ટુ કાકા' માટે મેકર્સની શોધ પૂરી થઈ ગઈ છે અને તેઓએ શોનું શૂટિંગ પણ શરૂ કરી દીધું છે. શોના સેંકડો ચાહકો સોશિયલ મીડિયા પર નટ્ટુ કાકા વિશે પોસ્ટ શેર કરી રહ્યા છે. જેઓ કહે છે કે શોમાં નવા નટ્ટુ કાકાની એન્ટ્રી થઈ છે. જે ટૂંક સમયમાં આવનારા એપિસોડમાં પણ જોઈ શકાશે. સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહેલી તસવીરોમાં જેઠાલાલની 'ગડા ઈલેક્ટ્રોનિક્સ' બતાવવામાં આવી રહી છે, જ્યાં એક વ્યક્તિ બેઠેલો જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતી વખતે એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ગડા ઈલેક્ટ્રોનિક્સમાં ખુરશી પર બેઠેલા વ્યક્તિ નવા નટ્ટુ કાકા છે.
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની દયાબેન છે કરોડોની સંપત્તિની માલિક; જાણો દિશા વાકાણીની નેટવર્થ વીશે
જો કે, આ સમાચારમાં કેટલું સત્ય છે તે જાણવું મુશ્કેલ છે, કારણ કે મેકર્સ દ્વારા આવા કોઈ સમાચારની પુષ્ટિ કરવામાં આવી નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલી તસવીરો બાદ હવે દર્શકોની નજર 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના આગામી એપિસોડ પર પણ ટકેલી છે.