કોણે બબીતાજી ની સામે ચાકુ ઉગામવાની કરી હિંમત ! જેના કારણે જેઠાલાલ બન્યો રોબિનહૂડ; જુઓ ફની વિડીયો

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા (TMKOC) છેલ્લા ઘણા વર્ષો થી દર્શકો નો પસંદીદા શો માનો એક છે. આ શો એ દર્શકો નું મનોરંજન પૂરું પાડવામાં કોઈ કસર છોડી નથી આ શો માં, જેઠાલાલ  (Jethalal)બબીતા ​​જી (Babitaji)ની જેટલી કાળજી લે છે તેટલી ઐયર પણ કાળજી લેતા નથી. હવે શું કરવું… બબીતા ​​જી જેઠાલાલ માટે એટલા ખાસ છે કે તેઓ તેમની સામે કંઈ જોઈ શકતા નથી. પણ આ શું છે? છેવટે, જેઠાલાલની સામે બબીતાજી પર છરી ઝીંકવાની હિંમત કોણે કરી. અને કોને ધમકી આપી?

બન્યું એવું કે સુનીતા (Sunita) સોસાયટીમાં (Gokuldham society) શાકભાજી વેચવા આવે છે અને આખું મહિલા મંડળ સુનિતાને શાકભાજી લેવા પહોંચે છે. લીંબુ (Lemon) પર વાત શરૂ થાય છે ત્યારે કોમલ ભાભી, રોશન ભાભી, માધવી ભાભી અને બબીતાજી સુનીતા પાસેથી શાકભાજી ખરીદે છે. હવે આપણે એ કહેવાની જરૂર નથી કે લીંબુ પર વાત કેમ થઈ. આ કહેવા માટે લીંબુનો ભાવ પૂરતો છે. આ દિવસોમાં લીંબુના (lemon price) ભાવ આસમાને છે. અને આ અંગે ચર્ચા કરી રહેલી સુનીતા કંઈક કહેતાં હાથમાં છરી લઈ લે છે. પછી જેઠાલાલ ત્યાં આવે છે.બીજી તરફ, જેઠાલાલ જેવા હાથમાં છરી લઈને સુનિતાને જુએ છે અને બબીતાજીને ડરતા જોઈને તેને લાગે છે કે સુનીતા બબીતાને છરી વડે હુમલો કરવા જઈ રહી છે, ત્યારે જ જેઠાલાલ રોબિનહૂડ (Robinhood) બની જાય છે. અને કૂદીને, તેઓ બબીતાજીને બચાવવા દોડે છે.

આ સમાચાર પણ વાંચો : વધી ગયેલા વજન અંગે સવાલ પૂછવા પર રિપોર્ટર પર ગુસ્સે થઈ બોલિવૂડ ની આ અભિનેત્રી, ઈન્ટરવ્યુ છોડીને જતી રહી એક્ટ્રેસ

આપણે જાણીએ છીએ કે  આ બબીતાજી (Babitaji) પર હુમલો નથી, પરંતુ જેઠાલાલ (Jethalal) આ વાતથી અજાણ છે અને જ્યારે તેમને સત્યની જાણ થશે ત્યારે શું થશે તે જોવું ખરેખર રસપ્રદ રહેશે. બાય ધ વે, તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં (TMKOC) આ દિવસોમાં એક ખૂબ જ રસપ્રદ પ્લોટ બતાવવામાં આવી રહ્યો છે. ભીડે પરિવારને 50 કિલો લીંબુનો ઓર્ડર મળ્યો છે પરંતુ લીંબુ એટલા મોંઘા થઈ ગયા છે કે માધવી (Madhvi bhide) માટે અથાણું (pickle) બનાવવું કોઈ સ્વપ્નથી ઓછું નથી.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment