ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 18 ઑક્ટોબર, 2021
સોમવાર
મુંબઈમાં સારી જીવનશૈલી સાથે જીવન જીવવા માટે સારી આવક હોવી ખૂબ જ જરૂરી છે. એટલા માટે બૉલિવુડથી લઈને ટીવી ઇન્ડસ્ટ્રી સુધી તમામ કલાકારોનો સાઇડ બિઝનેસ છે. ફિલ્મ અને ટીવી પ્રોજેક્ટ્સમાંથી કમાણી ઉપરાંત આ કલાકારો તેમના સાઇડ બિઝનેસમાંથી કમાણી કરે છે. ચાલો આજે જાણીએ તે ટીવી કલાકારો વિશે કે જેમની ઇન્ડસ્ટ્રીમાં પોતાની અલગ ઓળખ છે અને તેમના સાઇડ બિઝનેસથી તેમની સારી લાઇફસ્ટાઇલ જાળવી રાખે છે.
રોનિત રૉય
ફિલ્મો સાથે ઇન્ડસ્ટ્રીમાં પ્રવેશ કરનાર રોનિત રૉય એક ખૂબ જ જાણીતું નામ છે. ફિલ્મો સિવાય નાના પડદા પર સિરિયલોમાં કામ કરીને તેને સારી ઓળખ મળી છે. તે છેલ્લા બે દાયકાથી એકથી એક પ્રખ્યાત ટીવી સિરિયલોનો ભાગ રહ્યો છે. અભિનય ઉપરાંત રોહિત પોતાની સુરક્ષા કંપની ચલાવે છે. તેની કંપનીનું નામ 'એસ સિક્યૉરિટી ઍન્ડ પ્રોટેક્શન' છે.
શબ્બીર આહલુવાલિયા
શબ્બીર આહલુવાલિયા ટીવી ઉદ્યોગમાં જાણીતું નામ છે. સિરિયલ ‘કુમકુમ ભાગ્ય’થી તેને દરેક ઘરમાં ઓળખ મળી. અભિનય સિવાય શબ્બીર પોતાનું પ્રોડક્શન હાઉસ પણ ચલાવે છે. તેના પ્રોડક્શન હાઉસનું નામ 'ફ્લાઇંગ ટર્ટલ' છે. તેઓ આ પ્રોડક્શન હાઉસના સહસ્થાપક પણ છે. આ પ્રોડક્શન હાઉસ હેઠળ ઘણી ફિલ્મો પણ બનાવવામાં આવી છે.
સંજીદા શેખ
સંજીદા ટીવી સિરિયલોની દુનિયાનો સુંદર ચહેરો છે. ઇન્ડસ્ટ્રીના લોકો તેના નામને ઓળખે છે. તેના કામને કારણે તેની મોટી ફેન ફોલોઇંગ છે. અભિનય ઉપરાં સંજીદા બ્યુટી સલૂન પણ ચલાવે છે. તેના બ્યુટી સલૂનનું નામ 'સંજીદા પાર્લર' છે.
રક્ષાંદા ખાન
‘કસૌટી જિંદગી કી’ જેવી સિરિયલમાં કામ કરી ચૂકેલી રક્ષાંદા ખાન એક પ્રખ્યાત અભિનેત્રી છે. તેણે ઘણી ટીવી સિરિયલોમાં મુખ્ય ભૂમિકા ભજવી છે. અભિનય ઉપરાંત રક્ષાંદા ખાનની સેલિબ્રિટી લૉકર નામની કંપની છે. તેની આ કંપની ઇવેન્ટનું બુકિંગ લે છે.
મોહિત મલિક
ટીવી સિરિયલ કુલ્ફી કુમારથી પ્રખ્યાત બનેલા અભિનેતા મોહિત મલિક એક મોટા ટીવી કલાકાર છે. અભિનય ઉપરાંત મોહિત મુંબઈમાં બે રેસ્ટોરાં પણ ચલાવે છે. તેની રેસ્ટોરાંનું નામ '1BHK' અને 'હોમમેઇડ કાફે' છે. મોહિત પોતાની પત્ની અદિતિ અને ટીવી અભિનેત્રી મિત્ર સિમ્પલ કૌલ સાથે ભાગીદારીમાં આ રેસ્ટોરાં ચલાવે છે.
ગૌતમ ગુલાટી
‘બિગ બૉસ’ સિઝન 8નો વિજેતા ગૌતમ ગુલાટી ફિલ્મોની સાથોસાથ નાના પડદા ઉપર પણ દેખાયો છે. ‘બિગ બોસ’એ તેને ઇન્ડસ્ટ્રીમાં ઘણી લોકપ્રિયતા આપી. તે પછી તે એક મોટો ટીવી અભિનેતા બન્યો. ગૌતમ તેના અભિનય ઉપરાંત તેની નાઇટ ક્લબમાંથી પણ કમાય છે. તેની આ નાઇટ ક્લબ દિલ્હીમાં છે. આ નાઇટ ક્લબનું નામ 'RSVP' છે.