મનોરંજન

‘સ્કેમ 1992’ના સુપર સ્ટાર પ્રતીક ગાંધી હવે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં, જાણો કઈ હિરોઈન સાથે ચમકશે

Feb, 23 2021


 

ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

23 ફેબ્રુઆરી 2021

વેબ સિરીઝમાં ‘સ્કેમ 1992’માં જોરદાર પર્ફોમનસ આપ્યા બાદ ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે ટૂંક સમયમાં જ બૉલીવુડમાં ડેબ્યૂ કરતો જોવા મળશે. અભિનેતા પ્રતીક ગાંધીએ પોતાના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આ વાતની માહિતી આપી  છે. 

ગુજરાતી અભિનેતા પ્રતીક ગાંધી હવે બૉલીવુડની ટોચની અભિનેત્રી તાપસી પન્નૂ સાથે સિદ્ધાર્થ કપૂર દ્વારા પ્રૉડ્યૂસ કરવામાં આવતી ફિલ્મ'વો લડકી હૈ કહાં?'માં જોવા મળશે. આ ફિલ્મના ડાયરેક્ટર અરશદ સૈયદ છે. તો સિદ્ધાર્થ રોય કપૂર તેને પ્રોડ્યૂસ કરી રહ્યાં છે. આ એક ઇન્વેસ્ટિગેટિવ કોમેડી ફિલ્મ છે. આ ફિલ્મમાં તાપસી એક ચુલબુલી પોલીસ અધિકારીનું પાત્ર ભજવતી જોવા મળશે. તો પ્રતિક ગાંધી મહત્વના પાત્રમાં જોવા મળશે. 

આપને જણાવી દઈએ કે આ ફિલ્મ માટે આ વર્ષના અંત સુધીમાં શૂટિંગ શરૂ થશે.

સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર તસવીર શૅર કરતા પ્રતીક ગાંધીએ કૅપ્શનમાં લખ્યું છે કે, ‘હવે તે તાપસી સાથે એક ખોવાયેલી છોકરીની શોધમાં જોવા મળશે.’ સાથે જ તેણે વો લડકી હે કહાને હૅશટૅગનો પણ વપરાશ કર્યો છે.  

પ્રતીક ગાંધીના વર્કફ્રન્ટ વિશે વાત કરીએ તો તાજેતરમાં જ અભિનેતાએ મથુરામાં અતિથિ ભૂતો ભવનું શૂટ ખતમ કર્યું હતું.  

તાપસી પન્નુના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે 'હસીન દિલરુબા', 'જન ગન મન', 'રશ્મિ રોકેટ', 'લૂપ લપેટા', 'દોબારા' તથા 'શાબાશ મિઠુ'માં કામ કરી રહી છે.

 

Leave Comments