ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૪ જૂન ૨૦૨૧
ગુરુવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ફેમ 77 વર્ષીય નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકને ગયા વર્ષે સપ્ટેમ્બર મહિનામાં ગળામાં કૅન્સરની ગાંઠ હોવાનું સામે આવ્યું હતું. એ સમયે નટુકાકા 13 દિવસ હૉસ્પિટલમાં રહ્યા હતા અને આ સમયે ઑપરેશન દ્વારા ગળામાંથી 8 ગાંઠ બહાર કાઢવામાં આવી હતી. ઑપરેશન બાદ નટુકાકાએ રેડિયેશન તથા કિમોથેરપી લીધી હતી. હાલમાં જ નટુકાકાના દીકરા વિકાસ નાયકે સોશિયલ મીડિયામાં કૅન્સરે ઊથલો માર્યો હોવાની વાત કરી હતી. વિકાસ નાયકની સોશિયલ મીડિયા પોસ્ટ પ્રમાણે, ગયા સપ્ટેમ્બર મહિનામાં નટુકાકાનું કૅન્સરનું ઑપરેશન કરવામાં આવ્યું હતું. ત્યાર બાદ રેડિયેશનના 30 તથા કિમોના પાંચ સેશન લીધા હતા. ઑક્ટોબર મહિના સુધી નટુકાકાની કૅન્સરની સારવાર ચાલી હતી.
આ સારવારના છ મહિના બાદ નટુકાકાનું પેટ સ્કૅન કરાવવામાં આવ્યું હતું. આ ટેસ્ટમાં નટુકાકાને ગળામાં જ્યાંથી આઠેક ગાંઠો બહાર કાઢી હતી ત્યાં ફરી વાર એકાદ-બે સ્પૉટ જોવા મળ્યા હતા. આટલું જ નહીં, ફેફસાંમાં પણ એક-બે નવા શંકાસ્પદ સ્પૉટ દેખાયા હતા. આ કૅન્સરના જ સ્પૉટ હોવાનું પછીથી નિદાન થયું હતું અને એ માટે કિમોથેરપી ફરી એક વાર કરવી પડશે, એમ ડૉક્ટર્સે જણાવ્યું હતું.
મિકા સિંહ અને KRK વચ્ચેનો વિવાદ વધુ વકર્યો; યુટ્યુબ ચૅનલ કરી બ્લૉક; જાણો વિગત
ગયા સપ્ટેમ્બર મહિનામાં જ ગળાની ગાંઠનું ઑપરેશન નટુકાકાએ કરાવ્યું હતું. ઑપરેશન દરમિયાન આઠ ગાંઠ બહાર કાઢવામાં આવી. ત્રણ મહિનાથી સતત કૅન્સરની ટ્રીટમેન્ટ તેમણે લીધી હતી, જે બાદ હવે તેમના સ્વાસ્થ્યમાં ઘણો જ સુધારો જોવા મળ્યો છે. નવ મહિનાના લાંબ અંતરાલ બાદ નટુકાકા એટલે કે ઘનશ્યામ નાયકે શોનું શૂટિંગ કર્યું છે.