ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૨૬ જૂન 2021
શનિવાર
જાણીતી ટીવી સિરિયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા' છેલ્લા કેટલાય વર્ષથી દર્શકોનું જબરદસ્ત મનોરંજન કરી રહી છે. આ શોમાં વાર્તા જેઠાલાલ અને તેના પરિવારની આજુબાજુ ફરી રહી છે. શોના દર્શકો ઘણા લાંબા સમયથી દયાબહેનના પાછા આવવાની રાહ જોઈ રહ્યા છે, પરંતુ એની શક્યતા ઘણી ઓછી છે. આમ દયાબહેન નહીં તો તેની માશોમાં આવવાની છે એવા સમાચાર સામે આવી રહ્યા છે. જો આવું થયું તો આ શોમાં જબરજસ્ત વળાંક આવશે. આ શોના લગભગ બધા એપિસોડમાં દયાબહેનની માનો ઉલ્લેખ થતો રહે છે અને દયાબહેન પોતાની મા સાથે ફોન ઉપર જ વાત કરતી નજર આવતી હોય છે, પરંતુ આજ સુધી દયાબહેનની માને કદી શોમાં બતાવવામાં આવી નથી.
હાલમાં જ વાતચીતમાં કેતકી દવે કહ્યું કે જો જેઠાલાલની સાસુનો રોલ તેને ઑફર કરવામાં આવશે તો તે રોલ જરૂરથી નિભાવશે, પરંતુ એવી જુઠ્ઠી ખબરો સામે આવી હતી કે કેતકી દવે શોમાં જેઠાલાલની સાસુનો રોલ નિભાવવા જઈ રહી છે. પરંતુ કેતકીએ ખાલી શોમાં જેઠાલાલની સાસુનો કિરદાર નિભાવવાની ઇચ્છા જાહેર કરી હતી અને મેકર તરફથી એવો કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.
જાણો બૉલિવુડના સિંગલ પિતાઓ વિશે, જેઓ મા વગર બાળકોને મોટા કરી રહ્યા છે
કેતકી દવેએ કેટલીક ફિલ્મો અને સિરિયલોમાં મજેદાર કિરદાર નિભાવ્યા છે. તેમની કૉમેડી કરવાની સ્ટાઇલ દયાબહેન એટલે કે સાથે દિશા વાકાણીથી ઘણી મળતી આવે છે. કેતકી દવે પોતે ગુજરાતી છે અને તેને ગુજરાતી ફિલ્મોમાં ઘણું કામ કર્યું છે. કેતકી દવેએ સિરિયલ ‘ક્યોં કી સાંસ ભી કભી બહુ થી’ શૉથી પોતાની ઓળખ બનાવી હતી.