ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 20 જુલાઈ, 2021
મંગળવાર
‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ દેશનો સૌથી લોકપ્રિય શો છે અને આ શો લગભગ 12 વર્ષથી દર્શકોનું મનોરંજન કરી રહ્યું છે. એમાં જેઠા ચંપકલાલ ગડાના પાત્રને સૌથી વધુ પસંદ કરવામાં આવી રહ્યું છે. પરંતુ શું તમે જાણો છો કે દિલીપ જોશી સાથે કયા કયા અભિનેતાઓને આ પાત્રની ઑફર કરવામાં આવી હતી.
યોગેશ ત્રિપાઠી

યોગેશ ત્રિપાઠીને 'ભાભીજી ઘર પર હૈ'માં તેની ભૂમિકા માટે ઓળખવામાં આવે છે, તેને જેઠાલાલની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે ભાભીજીના શૂટિંગમાં વ્યસ્ત હોવાથી તેણે ના પાડી હતી.
કિકુ શારદા

કપિલ શર્મા શોમાં પોતાની ભૂમિકા બચા યાદવ માટે ફૅમસ કિકુ શારદાને પણ જેઠાની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તેણે ના પાડી હતી.
અલી અસગર

અલી અસગર ટેલિવિઝનનો એક ખૂબ જ સફળ અભિનેતામાંથી એક છે અને તે ‘કૉમેડી નાઇટ્સ વિથ કપિલ’ માટે જાણીતો છે. જોકે જ્યારે તેને આ પાત્રની ઑફર કરવામાં આવી, ત્યારે અભિનેતાએ આ ભૂમિકા નિભાવવાનો ઇનકાર કર્યો હતો.
રાજપાલ યાદવ

બૉલિવુડમાં આપણા સૌથી સારા કૉમેડિયનમાંથી એક રાજપાલ યાદવ પણ આ લિસ્ટનો એક ભાગ છે. ફિલ્મો માટે જાણીતા અભિનેતાને પ્રથમ જેઠાની ભૂમિકાની ઑફર કરવામાં આવી હતી, પરંતુ તે ટેલિવિઝન કરવા માગતો ન હોવાથી ના પાડી હતી.