ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૧૨ જૂન ૨૦૨૧
શનિવાર
સબ ટીવી પર આવતી પ્રખ્યાત સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્માની’ ભૂતપૂર્વ સોનુ એટલે કે ૨૦ વર્ષની નિધિ ભાનુશાલી લૉકડાઉન ખૂલતાં જ હવે રાષ્ટ્રીય પ્રવાસ માટે નીકળી પડી છે. આ ટ્રિપ પર તે તેના ખાસ મિત્રો અને ડૉગીને સાથે લઈ ગઈ છે. આ પ્રવાસ માટે તેણે ખાસ ૧૧ લાખ રૂપિયાની ગાડી ખરીદી તેને કસ્ટમાઇઝ પણ કરાવી છે. નિધિ હાલ મુંબઈથી લેહ-લદ્દાખ રોડ ટ્રિપ માટે નીકળી છે.
લૉકડાઉન દરમિયાન તેની મેન્ટલ હેલ્થ બગડતાં તેણે હવે પ્રવાસ પર જવાનો નિર્ણય કર્યો હતો. એક મીડિયા હાઉસ સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે “હું હંમેશાંથી વિચારતી હતી કે આપણા દેશના ખૂણે-ખૂણામાં અનેક ખૂબીઓ છે. મારે આ બધું એક્સ્પ્લોર કરવું હતું.” નિધિએ પોતાની આ ટ્રિપ દરમિયાન પ્રથમ વખત રસોઈ પણ બનાવી હતી. નિધિ આ પડકારોથી ભરપૂર ઍડ્વેન્ચરને એન્જૉય કરી રહી છે.
ઉલ્લેખનીય છે કે તે હવે ટ્રાવેલિંગમાં કરિયર બનાવવા માગે છે. ટૂંક સમયમાં તે પોતાની યુટ્યુબ ચૅનલ પણ શરૂ કરશે. જ્યાં તે તેના ટ્રાવેલિંગ અનુભવો શૅર કરશે. તે આ રોડ ટ્રિપની પણ ડૉક્યુમેન્ટ્રી બનાવવાની છે. નિધિએ છ વર્ષ તારક મહેતામાં સોનુનું પાત્ર ભજવ્યું હતું અને વધુ અભ્યાસ માટે આ શો છોડી દીધો હતો.