ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 જાન્યુઆરી 2022
શુક્રવાર
હાલ સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધતા જોવા મળી રહ્યા છે કોરોના વાયરસનો કહેર માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં ઝડપથી વધી રહ્યો છે. કોરોના વાયરસના ઓમિક્રોન વેરિઅન્ટના જોખમને કારણે ગ્રેમી એવોર્ડ 2022 મુલતવી રાખવામાં આવ્યો છે. ગ્રેમી એવોર્ડને સંગીત જગતનો સૌથી પ્રતિષ્ઠિત એવોર્ડ ગણવામાં આવે છે. 64મો ગ્રેમી એવોર્ડ 31 જાન્યુઆરીના રોજ લોસ એન્જલસ, યુએસએમાં યોજાનાર હતા. ઇવેન્ટ પહેલા કોરોનાના વધતા કેસોને ધ્યાનમાં રાખીને ધ રેકોર્ડિંગ એકેડમીએ ગ્રેમી એવોર્ડ્સ 2022 સ્થગિત કરવાની જાહેરાત કરી છે. એકેડમીનું કહેવું છે કે 31 જાન્યુઆરીએ યોજાનાર આ ભવ્ય કાર્યક્રમમાં ઓમિક્રોનને કારણે જોખમ વધી શકે છે.
રેકોર્ડિંગ એકેડમી, એમ પણ કહે છે કે આ ઈવેન્ટની નવી તારીખ તેમના દ્વારા ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે. ગ્રેમીના સત્તાવાર પ્રસારણ સીબીએસ અને ધ રેકોર્ડિંગ એકેડમીએ આ બાબતે તેમનું સંયુક્ત નિવેદન જાહેર કર્યું છે. “નિવેદનમાં આગળ કહેવામાં આવ્યું છે કે અમારા સંગીત સમુદાયના લોકો, જીવંત પ્રેક્ષકો અને અમારા શો બનાવવા માટે અથાક મહેનત કરતા સેંકડો લોકોનું સ્વાસ્થ્ય અને સલામતી અમારી પ્રથમ પ્રાથમિકતા છે. અમે સંગીતની અત્યાર સુધીની સૌથી મોટી રાતની ઉજવણી કરવા આતુર છીએ. આ ઉજવણીની નવી તારીખ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
હોસ્પિટલમાં ખૂટી રહ્યા છે બેડ? BMCએ ખાનગી હોસ્પિટલને લઈને લીધો આ નિર્ણય; જાણો વિગત
ઉલ્લેખનીય છે કે ગયા વર્ષે પણ ગ્રેમી એવોર્ડ્સ થોડા સમય માટે મોકૂફ રાખવામાં આવ્યો હતો. 2021 ની શરૂઆતમાં મોટાભાગના મોટા પુરસ્કારોની જેમ, કોરોનાવાયરસને કારણે ગ્રેમી એવોર્ડ્સ મુલતવી રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ગયા વર્ષે, સ્ટેપલ્સ સેન્ટરને બદલે લોસ એન્જલસ કન્વેન્શન સેન્ટરમાં આઉટડોર સેટ પર કોન્સર્ટ યોજવામાં આવ્યો હતો. એટલું જ નહીં, સોશિયલ ડિસ્ટન્સિંગને ધ્યાનમાં રાખીને અલગ-અલગ સ્ટેજ બનાવવામાં આવ્યા હતા અને સેલિબ્રિટીઓના બેસવાની જગ્યા પણ બદલવામાં આવી હતી. આ ઉપરાંત પ્રેક્ષકોની બેઠક ક્ષમતા પણ ઘટી ગઈ હતી