News Continuous Bureau | Mumbai
જ્યારથી ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' મોટા પડદા પર આવી છે ત્યારથી તેને લઈને સતત વિવાદ ચાલી રહ્યો છે. આ ફિલ્મ અંગે ભાજપથી લઈને કોંગ્રેસે પોતાના અભિપ્રાય આપ્યા છે. ત્યારથી આ ફિલ્મને લઈને રાજકારણ તેજ થઈ ગયું છે. નેતાની સાથે અભિનેતા પણ આ ફિલ્મ વિશે પોતાનો અભિપ્રાય આપી રહ્યા છે.સાઉથ ઉપરાંત બોલિવૂડના ઘણા સ્ટાર્સ આ ફિલ્મ ની ટીકા કરી ચુક્યા છે. પરંતુ હવે આ ફિલ્મના ડાયરેક્ટર વિવેક અગ્નિહોત્રી સાથે જોડાયેલા એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.
વિવેક અગ્નિહોત્રીની ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ થી તેના વિશે દરરોજ નવી-નવી વાતો સામે આવી રહી છે. આ ફિલ્મ કર્યા બાદ વિવેક અગ્નિહોત્રીને ઘણી ધમકીઓ પણ મળી છે. એક ન્યૂઝ પોર્ટલ ને આપેલા ઈન્ટરવ્યુમાં વિવેક અગ્નિહોત્રીએ કહ્યું હતું કે 'હા, ધમકીઓ મળી છે.આ વિશે સંપૂર્ણ માહિતી આપતા તેમણે જણાવ્યું કે તાજેતરમાં જ્યારે હું અને મારી પત્ની ઓફિસ માં ન હતા ત્યારે બે છોકરાઓ અમારી ઓફિસમાં આવ્યા હતા. તે સમયે માત્ર એક મેનેજર અને મહિલા ત્યાં હાજર હતા. તે બે છોકરાઓએ તેને દરવાજામાંથી જોરથી ધક્કો માર્યો, ત્યાં હાજર મહિલા નીચે પડી ગઈ, તેઓએ મારા વિશે પૂછ્યું અને પછી ભાગી ગયા.મેં અગાઉ આ ઘટનાનો ઉલ્લેખ કર્યો ન હતો કારણ કે હું પ્રચાર માટે આવી વસ્તુઓનો ઉપયોગ કરવા માંગતો નથી. મેં તેમને કહ્યું કે સુરક્ષા અંગે ચિંતા કરવાની જરૂર નથી. પરંતુ તેણે કહ્યું કે ચિંતા કરવાની જરૂર છે.
આ સમાચાર પણ વાંચો : ફિલ્મ ‘ગલી બોય’ ના રેપર એમસી તોડ ફોડ ઉર્ફે ધર્મેશ પરમાર ની માતાએ જણાવ્યું પુત્રના મોતનું સાચું કારણ
જ્યારે 'ધ કાશ્મીર ફાઇલ્સ' રિલીઝ થયા બાદ વિવાદ વધવા લાગ્યો ત્યારે ભારત સરકારે ફિલ્મના નિર્દેશક વિવેક અગ્નિહોત્રીને 'વાય' શ્રેણીની સુરક્ષા આપી. વિવેક અગ્નિહોત્રી ને CRPF દ્વારા આ સુરક્ષા સમગ્ર ભારતમાં આપવામાં આવશે જાણકારી માટે તમને જણાવી દઈએ કે વિવેક અગ્નિહોત્રીએ પણ પોતાના જીવ પર ખતરો હોવાનું જણાવ્યું હતું, આ અંગેની માહિતી આપતા તેણે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી હતી.