News Continuous Bureau | Mumbai
વિવેક રંજન અગ્નિહોત્રીના નિર્દેશનમાં બનેલી 'ધ કાશ્મીર ફાઇલ્સ' ફિલ્મ પહેલા અઠવાડિયામાં જ 100 કરોડની ક્લબમાં સામેલ થઈ ગઈ હતી. ફિલ્મને દર્શકોનો જોરદાર સપોર્ટ મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર આવા ઘણા ફોટા અને વીડિયો સામે આવ્યા છે, જ્યાં ફિલ્મ જોયા પછી દર્શકોના આંસુ રોકાતા નથી.જણાવી દઈએ કે અનુપમ ખેર સ્ટારર ધ કાશ્મીર ફાઈલ્સ માત્ર હિન્દીમાં જ રિલીઝ થઈ હતી પરંતુ હવે દર્શકો માટે સારા સમાચાર આવ્યા છે. આ ફિલ્મને અન્ય પ્રાદેશિક ભાષાઓમાં ડબ કરવામાં આવશે.
એક ન્યૂઝ પોર્ટલ ના અહેવાલ મુજબ, ફિલ્મની સફળતાને જોયા પછી, ફિલ્મના નિર્માતાઓએ તેને અન્ય ચાર પ્રાદેશિક ભાષાઓમાં ડબ કરવાનો નિર્ણય લીધો છે. આ ફિલ્મને તેલુગુ, તમિલ, મલયાલમ અને કન્નડ ભાષામાં ડબ કરવામાં આવશે. તે બધા દર્શકો માટે આ એક ખૂબ જ સારા સમાચાર છે જેઓ હિન્દીમાં હોવાને કારણે ફિલ્મ જોઈ શક્યા નથી પરંતુ હવે દક્ષિણ ભારતીય દર્શકો પણ ફિલ્મ જોઈ શકશે.ધ કાશ્મીર ફાઇલ્સનું નામ બોલિવૂડના ઇતિહાસમાં નોંધાયેલું છે. રિલીઝ પછી માત્ર સ્ક્રીનમાં વધારો થયો નથી, પરંતુ કલેક્શન પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ફિલ્મે 9મા દિવસે અત્યાર સુધીની સૌથી વધુ કમાણી કરી છે. ફિલ્મે શુક્રવારે 19.25 કરોડ રૂપિયા અને શનિવારે 24.80 કરોડ રૂપિયાની કમાણી કરી હતી. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સનું કુલ કલેક્શન 141.25 કરોડ રૂપિયા થઈ ગયું છે.
આ સમાચાર પણ વાંચો : કાશ્મીરી પંડિતો પર થયેલા અત્યાચાર ને જોનાર પ્રત્યક્ષ સાક્ષી એ સોશિયલ મીડિયા પર માંગી તેમની માફી; જાણો શું છે કારણ
ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ 1990માં કાશ્મીરી હિંદુઓ પર ઘાટીમાં થયેલા અત્યાચારને દર્શાવે છે. ફિલ્મ બનાવવામાં ઘણા પડકારો હતા. વિવેક અગ્નિહોત્રીની પત્ની પલ્લવી જોશી પણ આ ફિલ્મનો એક નાનો હિસ્સો હતી.પલ્લવી કહે છે કે શૂટિંગમાં એક જ સમસ્યા હતી કે જ્યારે અમે કાશ્મીરમાં શૂટિંગ કરી રહ્યા હતા ત્યારે અમારા નામે ફતવો બહાર પાડવામાં આવ્યો હતો. સારી વાત એ હતી કે ત્યારે અમારો છેલ્લો સીન શૂટ થવાનો હતો. જ્યાં ફિલ્મને ખૂબ સમર્થન મળી રહ્યું છે, તો બીજી તરફ કેટલાક લોકો તેનો જોરદાર વિરોધ કરી રહ્યા છે, આવી સ્થિતિમાં કેન્દ્ર સરકારે 'ધ કાશ્મીર ફાઇલ્સ'ના ડિરેક્ટર વિવેક અગ્નિહોત્રીને વાય કેટેગરીની સુરક્ષા આપી છે.