News Continuous Bureau | Mumbai
ગુરુવારનો દિવસ કપૂર અને ભટ્ટ પરિવાર(Kapoor-Bhatt family) માટે કાયમ માટે યાદગાર દિવસ બની ગયો છે.રણબીર કપૂર અને આલિયા ભટ્ટના(Ranbir-Alia wedding)14 એપ્રિલે(14 April) લગ્ન થઈ ગયા છે. હવે બે પરિવાર કાયમ માટે એક થઈ ગયા છે.કપલે મીડિયા(Media) સામે આવીને તેમના લગ્નનો લુક બતાવ્યો છે. લગ્નના મહેમાનો પણ એક પછી એક વિદાય લઈ રહ્યા છે. અને હવે આલિયા અને રણબીર તેમની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. હવે એવી માહિતી સામે આવી રહી છે કે તેમના લગ્નનું રિસેપ્શન (Reception)થવાનું નથી.આ વાતની પુષ્ટિ ખુદ નીતુ કપૂરે (neetu Kapoor)કરી છે.
લગ્નની તમામ વિધિઓ પૂરી થયા બાદ નીતુ કપૂર(Neetu Kapoor) પુત્રી રિદ્ધિમા(riddhima) અને જમાઈ ભરત સાહની(Bharat Sahani) મીડિયા સામે આવ્યા હતા. તેણે પાપારાઝીનો (Paparazi)આભાર માન્યો અને આલિયા અને રણબીર (Ranbir-Alia) માટે ઘણો પ્રેમ પણ વરસાવ્યો. આ સિવાય જ્યારે તેમને રિસેપ્શન(reception) વિશે પૂછવામાં આવ્યું તો તેમણે સ્પષ્ટ કર્યું કે કોઈ રિસેપ્શન થવાનું નથી. ઉલટાનું તેણે કહ્યું કે બધું થઈ ગયું છે અને હવે તમે આરામથી ઘરે જઈને સૂઈ જાઓ.જ્યારથી લગ્નને લઈને ‘વાસ્તુ’(Vastu) માં હલચલ મચી ગઈ હતી ત્યારથી મીડિયા(Media) અહીં એકત્ર થઈ ગયું હતું. તે દર્શકોને સતત દરેક અપડેટ આપી રહ્યા હતા. અને રણબીર-આલિયા(Ranbir-Alia) ની એક ઝલક મેળવવા માટે આતુર હતા. લગ્ન બાદ આલિયા અને રણબીર મીડિયાની સામે આવ્યા અને અહીં જે થયું તે જોઈને ભારે હોબાળો મચી ગયો હતો.
આ સમાચાર પણ વાંચો : શું પ્રેગ્નન્ટ છે કેટરિના કૈફ? અભિનેત્રી નો એરપોર્ટ લૂક જોઈ નેટિઝન્સ લગાવી રહ્યા છે અનુમાન; જુઓ વિડિયો, જાણો વિગત
નીતુ કપૂરે જ આલિયા અને રણબીરના લગ્નની(Ranbir-Alia wedding) તારીખ કન્ફર્મ કરી હતી. હવે એવું માનવામાં આવે છે કે રણબીર અને આલિયા (Ranbir-Alia)ખરેખર રિસેપ્શન પાર્ટી (reception party)નહીં આપે. આ સાંભળીને ચાહકો ચોંકી ગયા હશે. કારણ કે રિસેપ્શનમાં (reception)બોલિવૂડ સેલેબ્સને(bollywood celebs) ગ્લેમરસ અંદાજમાં જોવાની તેમની ઈચ્છા અધૂરી જ રહેશે. જણાવી દઈએ કે લગ્ન બાદ આલિયા અને રણબીરે કેક કાપી અને એકબીજાને શેમ્પેન ખોલીને સેલિબ્રેશન કર્યું હતું.