ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 15 નવેમ્બર 2021
સોમવાર
ટીવીની લોકપ્રિય અભિનેત્રી અવનીત કૌર ટૂંક સમયમાં જ ફિલ્મી દુનિયામાં પગ મુકવા જઈ રહી છે. અવનીતની ફિલ્મ 'ટીકુ વેડ્સ શેરુ'થી તે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. અવનીત તેની નવી સફરને લઈને ખુશ અને લાગણીશીલ છે. આવી લાગણી હોવી પણ વાજબી છે, કારણ કે તેઓએ અહીં સુધી પહોંચવા માટે ખૂબ જ મહેનત કરી છે. લોકો હવે અવનીતની પ્રતિભાને ઓળખી ગયા હશે, પરંતુ શું તમે જાણો છો કે અવનીતની આ પ્રતિભાને વર્ષો પહેલા અભિષેક બચ્ચને ઓળખી હતી.આ જ કારણ છે કે તેણે એક શો દરમિયાન એમ પણ કહ્યું હતું કે આવનારા કેટલાક વર્ષોમાં અવનીત તેની પત્ની ઐશ્વર્યા રાય બચ્ચન સાથે સ્પર્ધા કરી શકશે.
એક મીડિયા રિપોર્ટ અનુસાર, અભિષેકે ડાન્સ રિયાલિટી શોમાં અવનીતને કહ્યું હતું કે, "હું કોરિયોગ્રાફી વિશે વધુ સમજી શકતો નથી પરંતુ મને તારા એક્સપ્રેશન ગમે છે. ઘરે જઈને હું ઐશ્વર્યાને કહીશ, કે આવનારા 10 વર્ષોમાં તેને કઠિન સ્પર્ધા મળવાની છે.
ફિલ્મ સફરની શરૂઆત પહેલા અવનીતે સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો હતો. આ વીડિયો ખૂબ જ ઈમોશનલ છે, જેમાં એક્ટ્રેસના સંઘર્ષની સ્ટોરી બતાવવામાં આવી છે. વીડિયોમાં અવનીત ફેન્સને કહી રહી છે કે કેવી રીતે તેણે ટીવીથી બોલિવૂડ સુધીની સફર કરી અને લોકોની ફેવરિટ બની. આ વીડિયોમાં અભિષેક અવનીતને કહેતો જોવા મળી રહ્યો છે કે 'તે આવનારા કેટલાક વર્ષોમાં ફિલ્મી દુનિયાનો ભાગ બનશે'.
'ખતરો કે ખિલાડી’ ની વિજેતા રહી ચૂકી આ અભિનેત્રીએ કરી લીધી સગાઈ, ટૂંક સમયમાં લેશે સાત ફેરા; જાણો વિગત
અવનીત કૌર માત્ર ટેલિવિઝન અને મ્યુઝિક વિડિયો સ્ટાર જ નથી પણ સોશિયલ મીડિયા સ્ટાર પણ છે. ઇન્સ્ટાગ્રામ પર તેના 26 મિલિયનથી વધુ ફોલોઅર્સ છે. અવનીત તેના કામ અને જીવનશૈલીને લઈને વારંવાર ટ્રેન્ડમાં રહે છે.