ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 સપ્ટેમ્બર, 2021
ગુરુવાર
બૉલિવુડ અભિનેતા તુષાર કપૂર આજકાલ તેની કેટલીક તસવીરોને કારણે ચર્ચામાં છે. તાજેતરમાં અભિનેતાએ તેની શર્ટલેસ તસવીર સોશિયલ મીડિયા પર શૅર કરી હતી, ત્યાર બાદ નેટિઝન્સ તુષારના આ ફોટો પર કમેન્ટ કરી રહ્યા છે. બૉલિવુડના પ્રખ્યાત અભિનેતા જિતેન્દ્રના પુત્ર તુષારની આ શર્ટલેસ તસવીર ઇન્ટરનેટ પર ભારે વાયરલ થઈ રહી છે.
અભિનેતા તુષાર કપૂરે તેની બે તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરી છે. ફોટા શૅર કરતી વખતે તેણે કોઈ કૅપ્શનનો ઉપયોગ કર્યો નથી. શૅર કરેલી સેલ્ફી જોઈને નેટીઝન્સ તેને તેની ઉંમર માટે ટ્રૉલ કરી રહ્યા છે. આ સિવાય અભિનેત્રી સેલિના જેટલીએ પણ અભિનેતાની રમૂજી ટિપ્પણી કરી હતી. સેલિનાએ લખ્યું : હમદર્દનું ટૉનિક સિંકરા વધુ સારો વિકલ્પ હોઈ શકે છે. જ્યારે એક યુઝરે લખ્યું : ઓલ્ડ હો ગયે ગુરુ. બીજાએ લખ્યું : ઓલ્ડ લગ રહે હો રામુ કાકા.
જાણો બોલીવૂડની બિગ બજેટ એવી 4 ફિલ્મો વિશે, જેણે લખલૂટ ખર્ચ કર્યા અને ફિલ્મ ભપ્પ થઈ ગઈ.
તમને જણાવી દઈએ કે તુષાર કપૂરે પોતાની ફિલ્મી કારકિર્દીની શરૂઆત વર્ષ 2001માં ફિલ્મ 'મુઝે કુછ કહેના હૈ'થી કરી હતી. આ ફિલ્મમાં તુષારની સામે કરીના કપૂર હતી. આ ફિલ્મ માટે તુષારને બેસ્ટ મેલ ડેબ્યૂ ઍક્ટરનો ઍવોર્ડ મળ્યો હતો. આ પછી તુષારે 'ક્યા દિલ ને કહા', 'યે દિલ', અને 'કુછ તો હૈ' ફિલ્મમાં અભિનય કર્યો, પરંતુ તેની તમામ ફિલ્મો એક પછી એક ફ્લોપ રહી. આ પછી તુષારે રોહિત શેટ્ટીની ફિલ્મ 'ગોલમાલ'માં કામ કર્યું, જે બ્લૉકબસ્ટર હિટ બની. આ ફિલ્મ 2006માં રિલીઝ થઈ હતી. તુષારે તેની બંને સિક્વલમાં કામ કર્યું હતું. પછી તે માત્ર કેટલીક ફિલ્મોમાં દેખાયો. એ પછી તેણે ફિલ્મો બનાવવાનું શરૂ કર્યું.