ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 17 ડિસેમ્બર 2021
શુક્રવાર
બોલિવૂડથી લઈને ટીવી ઈન્ડસ્ટ્રીમાં આ દિવસોમાં ઘણી હસ્તીઓએ એકબીજા સાથે લગ્ન કર્યા છે. બોલિવૂડ અભિનેત્રી કેટરિના કૈફ અને વિકી કૌશલે તાજેતરમાં જ એક બીજા સાથે શાહી અંદાજમાં લગ્ન કર્યા છે. જે પછી અંકિતા લોખંડે અને વિકી જૈને 14 ડિસેમ્બર 2021ના રોજ મુંબઈની એક ફાઈવ સ્ટાર હોટલમાં ધામધૂમથી લગ્ન કર્યા. તેમના લગ્નથી લઈને રિસેપ્શન સુધીના ફોટા સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થયા હતા. બંનેએ પોતાના લગ્ન માં ખૂબ આનંદ કર્યો.મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અહેવાલ છે કે વિકી જૈને પત્ની અંકિતા લોખંડેને માલદીવમાં એક લક્ઝુરિયસ વિલા ગિફ્ટ કર્યો છે. તેની કિંમત 50 કરોડ રૂપિયાથી વધુ હોવાનું કહેવાય છે. તેમજ, અંકિતાએ પતિ વિકીને એક યાચ ગિફ્ટ કરી છે, જેની કિંમત લગભગ 8 કરોડ રૂપિયા છે. બંને પોતપોતાની ભેટથી ખૂબ ખુશ છે.
એક મીડિયા હાઉસ ના સમાચાર મુજબ અંકિતા લોખંડે અને વિકી જૈનના મિત્રોએ પણ બંનેને ઘણી મોંઘી ગિફ્ટ્સ આપી છે. એકતા કપૂરે અંકિતાને 50 લાખનો હીરા નો સેટ ભેટ માં આપ્યો છે . બીજી તરફ, માહી વિજે તેને સબ્યસાચી કલેક્શનમાંથી 15 લાખની કિંમતની સાડી ભેટમાં આપી છે. અભિનેતા રિત્વિક ધનજાનીએ વિકીને ડાયમંડ ચોકર ભેટમાં આપ્યો છે. અભિનેત્રી સૃષ્ટિ રોડેએ અંકિતાને સોનાની ચેઈન ભેટમાં આપી છે.મીડિયા અહેવાલ મુજબ, શ્રદ્ધા કપૂર અને ટાઈગર શ્રોફ તેમના લગ્નમાં હાજર રહી શક્યા નહોતા, પરંતુ તેઓએ નવા પરણેલા કપલ માટે ભેટ મોકલી છે. શ્રદ્ધાએ ડાયમંડનું બ્રેસલેટ ગિફ્ટ કર્યું છે. આ સાથે જ ટાઈગર શ્રોફે મિની કૂપર કાર ગિફ્ટ કરી છે. અંકિતાની બેસ્ટ ફ્રેન્ડ રશ્મિ બિગ બોસ 15ના કારણે લગ્નમાં હાજર રહી શકી નહોતી, પરંતુ તેણે પણ ગિફ્ટ મોકલી હતી.
ટીવી એક્ટ્રેસ રશ્મિ દેસાઈ ના એક્સ બોયફ્રેન્ડ અરહાને અભિનેત્રી વિશે કર્યો નવો ખુલાસો; જાણો વિગત
અંકિતા લોખંડે અને વિકી જૈને વર્ષ 2018માં એકબીજાને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. અગાઉ અંકિતા સુશાંત સિંહ રાજપૂતને ડેટ કરતી હતી. જે બાદ તેઓએ 14 ડિસેમ્બર 2021ના રોજ ધામધૂમથી એકબીજા સાથે લગ્ન કર્યા. બંનેના લગ્નની તમામ વિધિઓ ખૂબ જ ભવ્ય રીતે કરવામાં આવી હતી. અંકિતાએ લગ્ન પહેલા બેચલર પાર્ટી પણ કરી હતી. વિકી વ્યવસાયે જાણીતો બિઝનેસમેન છે.