News Continuous Bureau | Mumbai
અભિનેત્રી કેટરિના કૈફ અને અભિનેતા વિકી કૌશલે (Katrina Vicky wedding) ગયા વર્ષે 9 ડિસેમ્બરે રાજસ્થાનના (Rajasthan) સિક્સ સેન્સ ફોર્ટ બરવાડા (Six sense fort barwada) ખાતે લગ્ન કર્યા હતા. કેટરીના કૈફની પ્રેગ્નેન્સીને (Katrina kaif pregnancy) લઈને સોશિયલ મીડિયા પર ઘણા દાવા કરવામાં આવી રહ્યા છે. ઘણા દાવાઓમાં એવું પણ કહેવામાં આવ્યું હતું કે અભિનેત્રી 2 મહિનાથી ગર્ભવતી છે. કેટરીનાના પ્રેગ્નેન્ટ હોવાના સમાચાર પર તેના પતિ વિકી કૌશલની પ્રતિક્રિયા (Vicky Kaushal react)આવી છે.
વાત એમ હતી કે, થોડા દિવસો પહેલા, કેટરિના કૈફ ખૂબ જ ઢીલા સલવાર-કમીઝ પહેરીને મુંબઈ એરપોર્ટ (Mumbai airport) પર જોવા મળી હતી. તેના આ લુક બાદ સોશિયલ મીડિયા (Social media) પર એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તે પ્રેગ્નેન્ટ (Pregnent) છે. હવે વિકી કૌશલના પ્રવક્તાએ આ અહેવાલો પર નિવેદન જાહેર કર્યું છે. મીડિયા માં પ્રકાશિત થયેલા સમાચાર અનુસાર, પ્રેગ્નન્સીની અફવાઓ (fake news)પર પ્રતિક્રિયા આપતા વિકીના પ્રવક્તાએ કહ્યું છે કે તેમાં કોઈ સત્ય નથી. આ અહેવાલ ખોટો છે. આ એક અફવા છે.તે જ સમયે, કેટરિના કૈફની ટીમે પણ આ તમામ દાવાઓને ખોટા ગણાવ્યા છે. આ સાથે એવું પણ કહેવામાં આવ્યું છે કે કેટરીના ગર્ભવતી નથી. કેટરીના કૈફ હાલમાં પતિ અને અભિનેતા વિકી કૌશલ સાથે ન્યૂયોર્કમાં (New york) છે. અભિનેત્રીએ તેની મજાથી ભરેલી પળોની તસવીર પણ સોશિયલ મીડિયા પર શેર કરી છે. આ તસવીરો શેર કરતી વખતે અભિનેત્રીએ કેપ્શનમાં લખ્યું – 'બધી વસ્તુઓનું ઘર… મારી પ્રિય જગ્યા.'
આ સમાચાર પણ વાંચો : ‘જપ નામ જપ નામ’ જલ્દી આવી રહ્યા છે બાબા નિરાલા, બોબી દેઓલે શેર કર્યો ‘આશ્રમ 3’ નો મોશન વિડીયો; જુઓ સિરીઝ ની પહેલી ઝલક
લગ્ન બાદથી કેટરિના અને વિકી (Vicky Katrina)બંને પોતાના દરેક પ્રસંગની તસવીરો ઈન્સ્ટાગ્રામ (Instagram) પર શેર કરી રહ્યાં છે. બંને એકબીજા સાથે ક્વોલિટી સમય (Quality time)વિતાવી રહ્યા છે, સાથે જ આ સુંદર પળોના ફોટા ચાહકો સાથે શેર કરી રહ્યા છે.