ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 25 ફેબ્રુઆરી 2022
શુક્રવાર
ટેલિવિઝન નો પ્રખ્યાત કોમેડી શો 'ભાભી જી ઘર પર હૈ' દરેક ઘરમાં જોવા મળે છે. લોકો તેના પાત્રો ને ખુબ પસંદ કરે છે અને આ શો જોવાનું પસંદ કરે છે. શો માં ગોરી મેમ એટલે કે નેહા પેંડસેના શો છોડવાના સમાચારથી ચાહકો ચોંકી ગયા હતા, પરંતુ હવે આ સીરિયલ જોનારાઓ માટે સારા સમાચાર છે. આ સિરિયલને નવી અનિતા ભાભી મળી છે. ટીવી અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવ હવે આ શોમાં અનિતા ભાભીનું પાત્ર ભજવશે.
હવે &TVના આ ધમાકેદાર શોમાં એક નવી અભિનેત્રીનું નામ જોડાયું છે. આ નવું નામ બીજું કોઈ નહીં પણ અભિનેત્રી વિદિશા શ્રીવાસ્તવ છે જે કાશીબાઈ બાજીરાવ બલ્લાલ શોમાં શિવબાઈનું પાત્ર ભજવી રહી છે. વિદિશાએ એક ઈન્ટરવ્યુમાં વાત કરતા આ વાતનો ખુલાસો કર્યો અને કહ્યું કે, “આવા ફેમસ શોમાં મુખ્ય ભૂમિકા ભજવવી એ મારા માટે એક મોટી તક હોવાની સાથે સાથે એક મોટો પડકાર પણ છે.શોના નિર્માતાઓએ ઘણી અભિનેત્રીઓના ઓડિશન લીધા હતા, પરંતુ પછી મારી પસંદગી થઈ. હું મારી જાતને આ રોલ માટે યોગ્ય માનું છું. આ મારી કારકિર્દીમાં એક મોટો બ્રેક સાબિત થશે."આ શોની શરૂઆતમાં અનિતા ભાભીનું પાત્ર અભિનેત્રી સૌમ્યા ટંડને ભજવ્યું હતું. પરંતુ કેટલાક કારણોસર તેણે શોને અલવિદા કહી દીધો હતો.સૌમ્યા ના શો છોડ્યા પછી આ પાત્ર નેહા પેંડસે ભજવી રહી હતી.
વિદિશાના વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો તેણે સાઉથની ઘણી ફિલ્મોમાં કામ કર્યું છે. નાના પડદા પર, વિદિશાએ સીરિયલ મેરી ગુડિયા, કહત હનુમાન જય શ્રી રામ, યે હૈ મોહબ્બતેં, શ્રીમદ ભાગવત મહાપુરાણ જેવા શોમાં કામ કર્યું છે.