લોકપ્રિય તમિલ અભિનેતા વિવેકનું આજે સવારે ચેન્નઈની હોસ્પિટલમાં નિધન થયુ છે.
વિવેકના નિધનના સમાચાર થી સમગ્ર ઈંડસ્ટ્રીઝમાં શોકની લાગણી ફેલાઈ છે.
ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા છાતીમાં દુખાવાની ફરિયાદને લઈને તેમને ચેન્નઈની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.
કહેવાય છે કે, 59 વર્ષીય કોમેડિયન વિવેકે ગુરૂવારે કોરોનાની રસી લીધી હતી.