ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર
અંકિતા લોખંડેએ આ દિવસે તેના ચાહકોને સરપ્રાઈઝ આપી છે. થોડા સમય પહેલા અભિનેત્રીએ સોશિયલ મીડિયા પર 'પવિત્ર રિશ્તા 2'ના પ્રોમોની ઝલક બતાવી છે. આ પ્રોમો ફેન્સ માટે કોઈ ગિફ્ટથી ઓછો નથી. તમને જણાવી દઈએ કે ગયા વર્ષે એકતા કપૂરે પોતાની સુપરહિટ સીરિયલ 'પવિત્ર રિશ્તા'ને OTT પ્લેટફોર્મ પર એક નવી સ્ટોરી સાથે લોન્ચ કરી હતી.સુશાંત સિંહ રાજપૂતના મૃત્યુ બાદ ચાહકો આ સિરીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 'પવિત્ર રિશ્તા'ના OTT સંસ્કરણમાં, શાહીર શેખે માનવની ભૂમિકા ભજવી હતી, જેને ચાહકોએ દિલથી સ્વીકારી હતી. માનવ અને અર્ચના આ શ્રેણીમાં એકન થઈ શક્યા. હવે નિર્માતાઓએ નવી સિઝનમાં આ બંનેને એક કરવાનો પ્રયાસ કર્યો છે પરંતુ શું તે એટલું સરળ બનશે?
પ્રોમોમાં બતાવવામાં આવ્યું છે કે લગ્ન તૂટ્યા બાદ માનવ અને અર્ચના પોતપોતાના જીવનમાં આગળ વધવાનું વિચારી રહ્યા છે. બંને કોલેજમાં એડમિશન લે છે અને બંનેને નોકરી પણ મળી જાય છે. નસીબ બંનેને વારંવાર મેળવે છે, પરંતુ કંઈક એવું બને છે કે તેમના રસ્તાઓ મળતા મળતા રહી જાય છે.પવિત્ર રિશ્તા સીઝન 2માં વિવેક દહિયાની એન્ટ્રી થવાની છે. આ સિરીઝમાં વિવેક દહિયા રાજવીર નામનું પાત્ર ભજવવાનો છે. રાજવીરના આગમનથી અર્ચના અને માનવ વચ્ચે વધુ અંતર આવશે.
ધનુષના આ કૃત્યને કારણે ઐશ્વર્યા રજનીકાંતે તોડ્યો સંબંધ!! સાચું કારણ આવ્યું સામે ; જાણો વિગત
'પવિત્ર રિશ્તા 2'નો પ્રોમો રિલીઝ કરતાં અંકિતા લોખંડેએ માહિતી આપી છે કે આજથી 10 દિવસ પછી તેનું પ્રીમિયર થવા જઈ રહ્યું છે. અંકિતા લોખંડે, શાહીર શેખ અને વિવેક દહિયાની આ સિરીઝ ZEE5 પર 28 જાન્યુઆરીએ લૉન્ચ થશે.'પવિત્ર રિશ્તા 2' નો પ્રોમો જોયા પછી, ચાહકોની ખુશીનો કોઈ પાર નથી અને દરેક લોકો હવે 28 જાન્યુઆરીની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.