તાજેતરમાં જ સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ૨' (KGF 2)રિલીઝ થઈ છે. કિલી પોલ()Kili Paul) પર કન્નડ ફિલ્મ 'કેજીએફ ૨'નું ભૂત સવાર થયું છે. કિલી પોલ (Kili Paul)અલગ જ અંદાજમાં આ ફિલ્મના એક ડાયલોગ પર લિપસિંગ કરીને ધૂમ મચાવી છે.
તંઝાનિયાનો કિલી પોલે હાલના સમયમાં ભારતમાં ધમાલ મચાવી છે. તે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર અવારનવાર બોલિવૂડ ફિલ્મ(Bollywood Song)ના ગીતો પર અને ડાયલોગ પર રિલ્સ બનાવતો રહે છે અને શેર કરતો રહે છે. જેને ભારતના લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયોથી તંઝાનિયાનો કિલી પોલ આજે સોશિયલ મીડિયા સ્ટાર બની ચુક્યો છે.
કિલી પોલ બોલીવૂડની સાથે ટોલીવૂડની ફિલ્મો પણ પસંદ કરે છે. કિલી ટોલીવૂડના સુપરહિટ ગીતો પર રીલ્સ બનાવતો રહે છે. આ વખતે કિલી પર કન્નડ ફિલ્મ 'કેજીએફ'નું ભૂત સવાર થયું છે. સુપરસ્ટાર યશની ફિલ્મ 'કેજીએફ ૨' એક દિવસ પહેલા જ રિલીઝ થઈ છે અને કિલી પોલ જૂદા અંદાજમાં આ ફિલ્મના એક ડાયલોગ પર લિપસિંગ કરીને ધૂમ મચાવી છે.કિલી પોલે લિપ સિંક કરીને ફિલ્મના એક ડાયલોગ પર રીલ્સ પણ બનાવી છે. એવું કરીને તેમણે ઈન્ટરનેટ યુઝર્સનું દિલ જીતું લીધું છે.
આ સમાચાર પણ વાંચો : સૈફ અલી ખાન ના પુત્ર ઈબ્રાહિમને પાપારાઝીએ કહ્યું 'આર્યન', સ્ટાર કીડે આપી આવી પ્રતિક્રિયા; જુઓ વાયરલ વીડિયો
સૌથી મહત્વની વાત એ છે કે, કિલી પારંપરિક મસાઈ કપડા પહેરીને વીડિયો શેર કરે છે, પણ આ વખતે કિલીએ વીડિયો માટે કઈ અલગ કર્યું. તેમણે કેજીએફ ચેપ્ટર ૨ના ફેમસ ડાયલોગ પર લિપસિંગ માટે સૂટ પહેર્યો છે. સૂટૂ-બૂટમાં તે જોરદાર લાગી રહ્યો છે.